Birthday Special: આ ક્રિકેટર પર ફિદા થઇ હતી 'ચક દે ઇન્ડિયા' ગર્લ સાગરિકા ઘાટગે, લગ્ન બાદ જીવે છે આવી લક્ઝરી લાઇફ
Sagarika Ghatge Luxury Life: શું તમને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં જોવા મળેલી સુંદર એક્ટ્રેસ સાગરિકા ઘાટગે યાદ છે. જો નહીં તો ચાલો જણાવીએ કે હાલમાં આ અભિનેત્રી ક્યાં છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાગરિકા ઘાટગેએ 'ચક દે ઈન્ડિયા'માં પ્રીતિ સભરવાલનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ દ્વારા તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી હતી. પરંતુ કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ લગ્ન કરી લીધા અને બોલિવૂડથી દૂર જતી રહી.
8મી જાન્યુઆરીએ અભિનેત્રી તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં અમે તમને તેમની લક્ઝરી લાઈફનો પરિચય કરાવી રહ્યા છીએ.
વાસ્તવમાં સાગરિકા ઘાટગેએ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા છે. આ જ કારણ છે કે એક્ટિંગથી દૂર હોવા છતાં અભિનેત્રી આજે શાનદાર જીવન જીવી રહી છે.
સાગરિકાએ વર્ષ 2017માં ઝહીર ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી ભલે તે કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
આ સિવાય આ કપલ ઘણીવાર બોલિવૂડ પાર્ટીઓમાં પણ સાથે જોવા મળે છે. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે સાગરિકા રાજવી પરિવારની છે. અભિનેત્રીની દાદી એટલે કે સીતા રાજે ઘાટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલકર ત્રીજાની પુત્રી છે.
ફિલ્મી કરિયરની વાત કરીએ તો સાગરિકાએ ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સપોટિંગ અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ પણ મળ્યો હતો.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.