'જીવતો રહેવા માંગે છે તો...', સલમાન ખાનને ફરી મળી લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી
Salman Khan Threat: સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સલમાન ખાનના ખૂબ જ નજીકના મિત્ર બાબા સિદ્દીકીની 12 ઑક્ટોબરના રોજ મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ રાજકારણ અને બોલિવૂડની દુનિયાને હચમચાવી દીધી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. એનસીપીના દિવંગત નેતાની હત્યાના છ દિવસ બાદ સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેમાં દુશ્મની ખત્મ કરવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે.
વાસ્તવમાં મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલવામાં આવેલા એક વોટ્સએપ મેસેજમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો અભિનેતાનું ભાવિ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી કરતા વધુ ખરાબ હશે, જેમની તાજેતરમાં બિશ્નોઈ ગેંગના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ધમકીભર્યા મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, આને હળવાશથી લેશો નહીં. જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા આપવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ હવે આ મેસેજના સ્ત્રોતને શોધવામાં વ્યસ્ત છે. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ પર પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય. થોડા મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગે પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.હવે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઈને બધા ચિંતિત છે. થોડા દિવસો પહેલા અભિનેતાના પરિવારે અપીલ કરી હતી કે ઇન્ડસ્ટ્રીના મિત્રો અને નજીકના લોકોએ હાલ સલમાનને મળવા આવવું જોઇએ નહીં.