Vicky Spotted: મુંબઇ એરપોર્ટ પર ફૉર્મલ લૂકમાં ફરતો દેખાયો વિક્કી કૌશલ, ફેન્સ સાથે ક્લિક કરાવી સેલ્ફી....
Vicky Kaushal spotted at the Airport: બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલ ફરી એકવાર કેમેરાની સામે આવ્યો થયો છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફ સાથે વિક્કી કૌશલે લગ્ન કર્યા છે, હાલમાં જ એક્ટર વિક્કી કૌશલે મુંબઇ એરપોર્ટ પર પોતાની શાનદાર અદાઓ બતાવી છે. એક્ટર વિક્કી કૌશલ હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થયો હતો, આ દરમિયાન તેને એકદમ ફૉર્મલ લૂકમાં જોવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિક્કી કૌશલ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે તેને યલો શર્ટ અને સ્કાય બ્લૂ જીન્સ પહેરેલું હતુ, આ દરમિયાન તેને માથા પર વ્હાઇટ કેપ અને ગૉગલ્સથી લૂકને પુરો કર્યો હતો. વિક્કી કૌશલ બ્લેક દાઢીની સાથે બ્લેક ગૉગલ્સ અને વ્હાઇટ કેપમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
વિક્કી કૌશલે એરપોર્ટ પર પોતાના ફેન્સ સાથે મસ્તીભરી પળો પણ માણી, કેટલાક ફેન્સ સાથે એક્ટરે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. આ દરમિયાન એક્ટર વિક્કી કૌશલ એકલો જ હતો અને તેને ચાલતાં ચાલતાં એરપોર્ટની સફર પુરી કરી હતી.
બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલે પોતાને ઈન્ડસ્ટ્રીમાં સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. વાસ્તવમાં વિક્કી કૌશલને ફિલ્મ 'મસાન'થી લોકપ્રિયતા મળી હતી પરંતુ તે પહેલા તે અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. વિક્કી કૌશલે 'મસાન'થી એક્ટર તરીકે બૉલીવુડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તેનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું અને અભિનેતાને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.
ઉલ્લેખનીય છે કે, વિક્કી કૌશલે વર્ષ 2021માં બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ કૈટરીના કૈફ સાથે લગ્ન કરી લીધા હતા, આ પહેલા બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ.
વિક્કી કૌશલ હવે પોતાની આગામી ફિલ્મ સેમ બહાદુર, ડન્કી, ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી છે, આ ફિલ્મોમાં એક્ટર નવા જ રૉલમાં જોવા મળશે.