Gauahar Khan Photos: બ્લેક ગાઉનમાં ગૌહર ખાન ગોર્જિયસ અંદાજ, ફોટોશૂટમાં આ રીતે છુપાવ્યો બેબી બંપ
Gauahar Khan Photos: બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન બહુ જલ્દી માતા બનવા જઈ રહી છે પરંતુ તે પ્રેગ્નન્સી દરમિયાન પણ ઘણું કામ કરી રહી છે. હવે ગૌહરનો લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌહર ખાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ લૂકની ઝલક બતાવી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરોમાં ગૌહર ખાન બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે, જેમાં તેનો બેબી બમ્પ દેખાતો નથી
એક્ટ્રેસે પોતાના બેબી બમ્પને તેના સ્ટાઇલિશ લુકથી છુપાવ્યો છે. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે.
ગૌહર ખાને હીરાની બુટ્ટી પહેરી છે. હેર સ્ટાઈલ અને ન્યુડ મેકઅપે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
તેણે કેમેરા સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપીને એક પછી એક ફોટોઝ ક્લિક કરાવ્યા છે.
ગૌહર ખાને પતિ ઝૈદ દરબાર સાથે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની પ્રેગ્નેન્સી વિશે ચાહકોને જાણકારી આપી હતી.
તમને જણાવી દઈએ કે ગૌહર ખાન અને ઝૈદ દરબારે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા.