Janhvi Kapoor PHOTO: સાડીમાં જાન્હવી કપૂરે ગોર્જિયસ તસવીરો શેર કરતા ફેન્સને યાદ આવી શ્રીદેવી
Janhavi Kapoor PHOTO: પોતાના અભિનયને કારણે જાહ્નવી કપૂરે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહ્નવી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે.
જાહ્નવીનો દરેક અવતાર ચાહકોને પણ પસંદ આવે છે. આ ફોટોમાં તે સાડીમાં જોવા મળી રહી છે.
જાહ્નવીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ઘણા ફેન્સ જાહ્નવીની સરખામણી તેમની માતા શ્રીદેવી સાથે કરી રહ્યા છે.
જાહ્નવી કપૂરે રવિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.
જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેત્રી જાહ્નવી કપૂર ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂર ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
શિલ્પા શેટ્ટીથી લઈને મનીષ મલ્હોત્રા, કરણ જોહર અને તુષાર કપૂર જેવા સ્ટાર્સે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેત્રી જાહ્નવી કપૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે બાપ્પાના દર્શન કરવા આવી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.