Shilpa Shetty: શિલ્પા શેટ્ટીએ ફિલ્મ 'સુખી'ના પ્રમોશન માટે અપનાવ્યો ગજબનો આઈડિયા, રાજ કુન્દ્રાના લુકે ફરી ચોંકાવ્યા
Shilpa Shetty Ganapati Visarjan: ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે બોલીવુડ જગતમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘણા સ્ટાર્સના ઘરે હાજર છે, જેમાંથી એક છે શિલ્પા શેટ્ટી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી દર વર્ષે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને દોઢ દિવસ પછી સંપૂર્ણ વિધિ સાથે તેનું વિસર્જન કરે છે. આ વખતે પણ શિલ્પા શેટ્ટીએ આવું જ કર્યું.
શિલ્પા શેટ્ટીની સાથે તેમના પતિ રાજ કુ્ન્દ્રા પર જોવા મળ્યા હતા. જો કે, આ વખતે પણ રાજ કુન્દ્રાના લુકે સૌનું ધ્યાન ખેચ્યું હતું. રાજ કુન્દ્રાએ પોતાનો ચહેરો દેખાવા દીધો નહતો.
શિલ્પા શેટ્ટીએ ઢોલના તાલે નાચીને ગણપતિનું વિસર્જન કર્યું હતુપં. અભિનેત્રી તેના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી.
આ દરમિયાન શિલ્પા હળવા ગુલાબી રંગની પરંપરાગત મરાઠી સાડી અને પીળા રંગનો બ્લાઉઝ પહેર્યો હતો.
શિલ્પા શેટ્ટીના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન તેની આગામી ફિલ્મ 'સુખી'ની આખી ટીમ પણ હાજર હતી.
શિલ્પાએ તેની સાડી સાથે કસ્ટમાઈઝ્ડ બ્લાઉઝ પહેર્યું હતું જેના પર 'સુખી' લખેલું હતું. તેના પતિ રાજ કુન્દ્રા પણ કસ્ટમાઈઝ્ડ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'સુખી'નું ટ્રેલર આવી ગયું છે અને તેની ફિલ્મ 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
આ ફિલ્મમાં તેમની સાથે અમિત સાધ અને કુશા કપિલા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.