Bollywood : શું આપ જાણો છો કે રાની મુખરજી અજય દેવગનની સાળી અને કરણ જોહરની ભાભી થાય?
રાની મુખર્જી સિવાય તેના પરિવારના અન્ય ઘણા સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. રાનીના પિતા રામ મુખર્જી ફિલ્મ નિર્દેશક હતા અને માતા કૃષ્ણા મુખર્જી પ્લેબેક સિંગર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાની મુખર્જીના દાદા રવિન્દ્ર મોહન મુખર્જી અને કાજોલના દાદા શશધર મુખર્જી સગા ભાઈ હતા. આ રીતે કાજોલ અને રાનીના પિતા પિતરાઈ ભાઈ થયા. આમ રાની અને કાજોલ પણ પિતરાઈ બહેનો છે.
બીજી તરફ બોલિવૂડના સિંઘમ એટલે કે અજય દેવગન રિલેશનમાં રાની મુખર્જીના જીજાજી થાય છે. આટલું જ નહીં, રાની મુખર્જી ફિલ્મ 'લગાન'ના નિર્દેશક આશુતોષ ગોવારિકર સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. તે રાની મુખર્જીના જીજાજી થાય છે. આશુતોષ ગોવારીકરની પત્ની સુનીતા દિગ્દર્શક અયાન મુખર્જીની સગી બહેન છે.
રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે કરણ જોહર અને આદિત્ય ચોપરા બંને પિતરાઈ ભાઈ છે. જેથી રાની મુખર્જી પણ કરણ જોહરની ભાભી થાય છે. અયાન મુખર્જી રાનીનો પિતરાઈ ભાઈ છે. અયાનના પિતા દેબ મુખર્જી છે. દેબ મુખર્જી કાજોલના દાદા શશધર મુખર્જીનો પુત્ર છે.
રાની મુખર્જીએ એક વખત કહ્યું હતું કે, જ્યારે તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે તેના પિતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું બાયપાસ ઓપરેશન કરવું પડ્યું. પરંતુ તેઓ તેમની પુત્રીની ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને ઓપરેશન માટે જવાના મૂડમાં ન હતા.
રાની મુખર્જીને આદિરા નામની એક ખૂબ જ સુંદર પુત્રી પણ છે, જેને તે લાઇમલાઇટથી દૂર રાખે છે. અભિનેત્રીની પુત્રીના બહુ ઓછા કે ભાગ્યે જ કોઈ ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળશે.
રાની મુખર્જી છેલ્લે બંટી ઔર બબલીની સિક્વલમાં સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી નથી. ટૂંક સમયમાં અભિનેત્રી મર્દાની 3માં જોવા મળશે.