Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અનેક રહસ્યો
સોમનાથ મંદિર: ભારતના સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ, સોમનાથ મંદિર ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે આવેલ છે. જે અમદાવાદથી લગભગ 412 કિમી દૂર છે અને મોટાભાગના પ્રવાસીઓ રાજકોટથી પણ સોમનાથની મુલાકાત માટે આવેલ છે. આ મંદિરને ભૂતકાળમાં મુઘલો દ્વારા અનેક વખત તોડવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાધીશ મંદિર: ભારતના ચાર ધામોમાંનું એક દ્વારકા હિન્દુ તીર્થયાત્રીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકાની સ્થાપના અને શાશન ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ દ્વારા થયુ હતું. દ્વારકાધીશ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત કેટલાક સૌથી ભવ્ય હિન્દુ મંદિરોનું એક છે. દ્વારકાધીશનું આ મંદિર અમદાવાદથી 441 કિમી દૂર છે.
અંબાજી મંદિર: માં આંબાનું આ મંદિર ગુજરાતના એક મુખ્ય પવિત્ર સ્થાનોમાંથી એક છે. સાથે જ તે માતાના શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી મંદિર માં અંબે અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. અંબાજી મંદિર સૌથી લોકપ્રિય હિંદુ તીર્થસ્થળોમાંનું એક છે. આ સુંદર મંદિર અમદાવાદથી લગભગ 179 કિલોમીટરના અંતરે આવેલું છે.
અક્ષરધામ: અક્ષરધામ મંદિર એ ભારત અને વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણનું છે .આ સુંદર મંદિર અમદાવાદથી માત્ર 28 કિમી દૂર છે, તે ગાંધીનગરના સેક્ટર 20માં આવેલ છે.
જૈન ગીરનાર મંદિર: ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે. ગિરનાર પર્વતમાં જ જૈનોના 22માં તીર્થંકર નેમીનાથજીએ કઠોર તપસ્યા કર્યા બાદ, ત્યાંથી જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.