ફાધર્સ ડેના દિવસે શિલ્પા શેટ્ટીએ પિતા,પતિ અને સસરા સાથે શેર કરી ખાસ તસવીરો
ફાધર્સ ડેના અવસર પર શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુન્દ્રાની એક તસવીર શેર કરી છે જેમાં તે બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફોટામાં રાજ કુન્દ્રા ભદવદ ગીતાને હાથમાં પકડીને સેલ્ફી લઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોટોમાં શિલ્પા તેના પિતા સુરેન્દ્ર શેટ્ટીને વ્હાલ કરતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા શિલ્પાએ લખ્યું, 'દુનિયાના તમામ પિતાઓને ફાધર્સ ડેની શુભેચ્છા. તમારી સખત મહેનત, બલિદાન, બિનશરતી પ્રેમ અને અમારી ખુશીના માર્ગમાં આવતી દરેક વસ્તુથી અમને બચાવવા બદલ આભાર. તમે જેટલું જાણો છો તેના કરતાં તમને વધુ તમને પ્રેમ કરવામાં આવે છે.'
આ ફોટોમાં શિલ્પા શેટ્ટી તેના સસરા સાથે પોઝ આપી રહી છે. તમને જણાવી દઈએ કે શિલ્પાનું તેના સસરા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે, તે પહેલા પણ તેની સાથે તેની તસવીરો શેર કરી ચૂકી છે.
કામની વચ્ચે પણ શિલ્પા પોતાના પરિવારને સમય આપે છે. શિલ્પા અવારનવાર પોતાના બાળકો અને માતા સાથે ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરતી રહે છે.
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અવારનવાર રાજ કુન્દ્રા સાથે પોતાની તસવીરો શેર કરતી હતી, પરંતુ જ્યારથી રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયા છે ત્યારથી અભિનેત્રી તેના પતિની ઓછી તસવીરો શેર કરે છે.(All Photos-Instagram)