Bollywood Birthday Special : એક નહીં પણ 6-6 વાર તુટ્યું છે આ અભિનેત્રીનું દિલ, જાણો તેની લવ લાઈફ
બ્લોકબસ્ટર ફિલ્મ મોહબ્બતેંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કિમ શર્માની ગણતરી પહેલી જ ફિલ્મથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેણી સફળતાની નવી ઊંચાઈ સર કરશે. પણ એમ બન્યું નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App21 જાન્યુઆરી 1980ના રોજ જન્મેલી કિમ મહારાષ્ટ્રના અહેમદનગરની છે. તેનું પૂરું નામ કિમ મિશેલ શર્મા છે. 12મા સુધી અભ્યાસ કર્યા બાદ તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.
કિમે 'ક્લોઝ-અપ' ટૂથપેસ્ટ માટે પ્રથમ ટીવી કમર્શિયલ કર્યું હતું. તેણે વર્ષ 2000 માં ફિલ્મ 'મોહબ્બતેં' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મો કરી, પરંતુ સફળતા ન મળી.
ફિલ્મ 'મોહબ્બતેં' દરમિયાન કિમ VJ UD એટલે કે યુધિષ્ઠિરને ડેટ કરી રહી હતી, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 2003માં બંને અલગ થઈ ગયા હતા.
વર્ષ 2004માં કિમનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાયું હતું. કહેવાય છે કે કિમ અને યુવરાજ સિંહ 2007 સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, ત્યારબાદ તેમના રસ્તા અલગ થઈ ગયા.
વર્ષ 2004માં કિમનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાયું હતું. કહેવાય છે કે કિમ અને યુવરાજ સિંહ 2007 સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, ત્યારબાદ તેમના રસ્તા અલગ થઈ ગયા.
જાન્યુઆરી 2017 દરમિયાન કિમનું નામ મેન્સવેર ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે જોડાયું હતું, પરંતુ આ સંબંધ પણ એક વર્ષથી વધુ ટકી શક્યો નહીં. ત્યાર બાદ બોલિવૂડ એક્ટર હર્ષવર્ધન રાણે તેની લાઈફમાં આયો, પરંતુ થોડા જ સમયમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
દાવો કરવામાં આવે છે કે કિમ શર્મા હાલમાં ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.