Drishyam 2 Collection: અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ 100 કરોડનો આંકડો પાર કર્યો, જાણો દરેક દિવસે કેટલી કરી કમાણી
Drishyam 2: અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2' તેની રિલીઝના સાતમા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે શાનદાર કમાણી કરતા 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'દ્રશ્યમ 2'ની રિલીઝ પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું, એટલે જ પહેલા દિવસે ફિલ્મ જોવા માટે લોકોની ભારે ભીડ પહોંચી ગઈ હતી. પહેલા દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 15.38 કરોડનું કલેક્શન કર્યું છે.
બીજા દિવસે પણ ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે 21.59 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.
ત્રીજા દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 61.97 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ચોથા દિવસે પણ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ચોથા દિવસે ફિલ્મે 11 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જે બાદ કુલ કમાણી 76.01 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
પાંચમા દિવસની વાત કરીએ તો ફિલ્મે પાંચમા દિવસે 10.48 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મની કુલ કમાણી 86.49 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બીજી તરફ, ફિલ્મે છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે 9.55 કરોડની કમાણી કરી છે. જે બાદ કુલ કમાણી 96.04 કરોડ થઈ ગઈ છે.
બીજી બાજુ, 7માં દિવસે, ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો અને 9 કરોડનું કલેક્શન કર્યું. હવે ફિલ્મની કુલ કમાણી 104 કરોડને પાર કરી ગઈ છે.