Bollywood Kissa: ખાસ ફ્રેન્ડના પિતાએ જ કેટરીનાને ફિલ્મમાંથી હાંકી કાઢેલી
સૌકોઈ આ વાતથી વાકેફ છે કે, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. જો કે હવે બંને ભાગ્યે જ સાથે જોવા મળે છે, પરંતુ એક સમય હતો જ્યારે બંને ફેન્સને ફ્રેન્ડલી ગોલ આપતા જોવા મળતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આલિયાના બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં તેના પિતા મહેશ ભટ્ટે કેટરિનાને રાતોરાત એક ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી.
આ વાત તે સમયની છે જ્યારે કેટરીનાએ ફિલ્મ 'બૂમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મમાં કેટરીનાનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળ્યો હતો. જે બાદ મહેશ ભટ્ટે તેને 'સાયા' માટે કાસ્ટ કરી હતી.
પરંતુ જ્યારે 'બૂમ' ચાહકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી અને ખરાબ રીતે ફ્લોપ થ, ત્યારે અભિનેત્રીને આ માટે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી. ત્યાર બાદ મહેશ ભટ્ટે કેટરિનાને રાતોરાત પોતાની ફિલ્મમાંથી કાઢી મુકી અને તારા શર્માને કાસ્ટ કરી.
કેટરિનાને આ વાતનું એટલું ખરાબ લાગ્યું કે, આ ઘટના પછી તેણે ક્યારેય મહેશ ભટ્ટ સાથે કામ કર્યું નહીં. ત્યારબાદ કેટરિનાનું નસીબ ત્યારે બદલાયું જ્યારે તેણે વર્ષ 2005માં ફિલ્મ 'સરકાર' કરી. ત્યાર બાદ અભિનેત્રીને ઘણી ઑફર્સ મળી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અંગત જીવનની વાત કરીએ તો કેટરીના કૈફે એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. બંનેની જોડીને ફેન્સ ઘણો પ્રેમ આપે છે.