Janhvi Kapoor પહેલા આ હીરોઇનોએ ફીમેલ સેન્ટ્રિક ફિલ્મમાં બતાવ્યો છે પોતાની એક્ટિંગનો જલવો, જુઓ લિસ્ટ
Janhvi Kapoorએ તાજેતરમાં જ ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ 'મિલી'માં બેસ્ટ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધુ છે, પરંતુ જ્હાન્વી પહેલા પણ કેટલીય હીરોઇનો આવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જુઓ લિસ્ટ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌત - આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ કંગના રનૌતનુ આવે છે, કંગના હંમેશા ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં જ કામ કરતી જોવા મળે છે. તેને હાલમાં જ 'ક્વિન', 'રિવૉલ્વર રાની', 'થલાઇવી', 'મણિકર્ણિકા', 'ધાકડ' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે, હવે જલદી તે 'ઇમર્જન્સી'માં પણ દેખાશે.
દીપિકા પાદુકોણ - દીપિકા પાદુકોણ આજકાલ બૉલીવુડની ટૉપ એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. તેને પણ 'છપાક', 'પીકૂ', 'પદ્માવત' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કર્યુ છે.
આલિયા ભટ્ટ - તાજેતરમાં જ માં બનેલી આલિયા ભટ્ટે પણ કેટલીય ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં 'રાજી', 'ગંગૂબાઇ કાઠિયાવાડી' જેવી ફિલ્મો સામેલ છે.
પ્રિયંકા ચોપડા - પ્રિયંકા ચોપડાએ બૉલીવુડ ઉપરાંત હૉલીવુડમાં પણ કામ કર્યુ છે. તે 'મેરી કૉમ', 'ધ વ્હાઇટ ટાઇગર' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
વિદ્યા બાલન - વિદ્યા બાલનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ફેન્સ એક્ટ્રેસની એક્ટિંગના દિવાના છે. તેને અત્યાર સુધી 'કહાણી', 'તુમ્હારી સુલુ', 'બેગમ જાન', 'શકુંતલા દેવી' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કર્યુ છે.
તાપસી પન્નૂ - એક્ટ્રેસ તાપસી પન્નૂ પણ અત્યાર સુધીની કેરિયરમાં 'થપ્પડ', 'સાંઢ કી આંખ' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
જ્હાન્વી કપૂર - તાજેતરમાં જ ફિલ્મ ‘મિલી’માં દેખાનારી જન્હાવી કપૂરે આ પહેલા 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ', 'ગુડલક જેરી' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.