Celebs Breakup : આ સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં ઓળઘોળ-સાથે રહ્યાં તો પણ થઈ ગયુ બ્રેકઅપ
રણબીર કપૂર-કેટરિના કૈફ : આ લિસ્ટમાં પહેલું નામ રણબીર કપૂર અને કેટરિના કૈફનું છે. તેઓ ચાહકોની પહેલી પસંદ હતા. બંને 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં. આ દરમિયાન તેઓ લિવ-ઈનમાં પણ રહ્યાં. પરંતુ અંતે બંને અલગ થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હોન અબ્રાહમ-બિપાશા બાસુ : જોન અબ્રાહમ અને બિપાશા બાસુ એક સમયે એકબીજાના ગળાડુબ પ્રેમમાં હતા. તેમનો સંબંધ 9 વર્ષ સુધી રહ્યો. આ દરમિયાન બંને લિવ-ઈનમાં પણ હતા. પણ પછી આ કપલ પણ અલગ થઈ ગયું. બંનેના બ્રેકઅપથી ચાહકો ચોંકી ગયા હતા.
દીપિકા પાદુકોણ-નિહાર પંડ્યા : રણવીર કપૂર પહેલા દીપિકા પાદુકોણ એક્ટર નિહાર પંડ્યા સાથે રિલેશનશિપમાં હતી. સમાચાર અનુસાર, બંને લિવ-ઈનમાં પણ રહેતા હતા. ત્યારબાદ 'ઓમ શાંતિ ઓમ' પછી બંને એકબીજાથી દૂર થઈ ગયા.
પ્રિયંકા ચોપરા-શાહિદ કપૂર : બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક સમયે શાહિદ કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંને એક જ બિલ્ડિંગમાં પણ રહેતા હતા પરંતુ તેમના લિવ-ઈનનું રહસ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ITના દરોડા દરમિયાન અભિનેતા પ્રિયંકાના ઘરે મળી આવ્યો. પણ આ સંબંધ પણ અધુરો જ રહ્યો. અંતે બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
સુશાંત સિંહ રાજપૂત-અંકિતા લોખંડે : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જે ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સાથે 6 વર્ષથી રિલેશનશિપમાં હતો. ત્યારપછી બંને લિવ-ઈનમાં રહેતા હતા, પરંતુ પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને બંને અલગ થઈ ગયા.
ટાઈગર શ્રોફ-દિશા પટણી : ટાઈગર શ્રોફ અને દિશા પટની પણ ઘણા સમયથી રિલેશનશિપમાં હતા. સમાચાર મુજબ, આ કપલ પણ લિવ-ઈનમાં રહેતું હતું. પરંતુ તેમનો પ્રેમ પણ લગ્નમાં ના પરિણમ્યો અને બંને અલગ થઈ ગયા.