Vastu tips: ઘરમાં આ કારણે નથી રહેતી બરકત, આર્થિક તંગી માટે ઘરમાં પડેલી વસ્તુ છે જવાબદાર
કેટલીક નાની-નાની વાતોથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વિશે જાણી શકો છો. આપણા કામ અથવા ઘરમાં હાજર આમાંથી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે સમયસર તેમને ઠીક કરવાની જરૂર છે. આવો જાણીએ તેમના વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એનર્જી હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક એર્નર્જીનો સંચાર કરે છે તો કેટલીક ઘરની કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે ઘરના સભ્યના જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
કબૂતરનો માળો- ઘરમાં ક્યારેય કબૂતરને માળો ન બનાવવા દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો હોય છે ત્યાં ગરીબી આવે છે. ઘરમાં કબૂતરનું ઈંડું ફૂટવું એ આવનારી આર્થિક કટોકટીનું સૂચક માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કબૂતરને માળો ન બનાવવા દો.
ભંગાર- જે ઘરમાં કચરો કે ખરાબ વસ્તુઓ પડેલી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. જો તમે તેને ઠીક કરવા માટે લાંબા સમય સુધી રાખ્યું છે, તો તેને જલદીથી ઠીક કરો અથવા તેને ઘરની બહાર ફેંકી દો.
કાંટાવાળા છોડઃ- વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં લગાવવા માટેના છોડને લઈને ખાસ નિયમો આપવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર ઘર કે આંગણામાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં આર્થિક સમસ્યા સર્જે છે. તેથી આવા છોડ વાવવાનું ટાળો.
ભેજ- જે ઘરમાં ભેજ હોય છે, ત્યાં પૈસા ક્યારેય ટકતો નથી આવા ઘરના સભ્યોને હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા નળમાંથી પાણી ટપકતું હોય તો શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરો.
સાવરણી- સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ઘરમાં રાખવા માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. સાંજે ઘર સાફ કરવાની પણ મનાઈ છે.
જાળા- ઘરના જાળાને નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જે ઘરમાં ગંદકી અને જાળા હોય ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. ઘરમાં ક્યારેય જાળા રાખવા ન દો. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં જાળા હોય તો ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામમાં અવરોધ સર્જો છે.