TV Actors Transformation: Shehnaaz Gill થી લઈ Bharti Singh સુધી, આ ટીવી એક્ટ્રેસના ટ્રાંસફોર્મેશને ચોંકાવ્યા
શહેનાઝ ગિલ, મૌની રોય, મુનમુન દત્તા, ભારતી સિંહ સહિત આ ટીવી અભિનેત્રીઓએ થોડાં જ વર્ષોમાં પોતાનો લૂક એટલો બદલ્યો છે કે જો તેમના જૂના ફોટાને તેમના નવા ફોટા સાથે ઓળખ કરવા જશો તો તમે તેમને નહી ઓળખી શકો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતી સિંહની પર્સનાલિટીમાં ખૂબ જ અદ્ભુત પરિવર્તન આવ્યું છે. હાસ્ય કલાકારે તેની કારકિર્દી ત્યારે શરૂ કરી હતી અને આજની ભારતીમાં ખૂબ જ મોટો બદલાવ જોવા મળ્યો છે.
બિગ બોસ 13 પછી શહેનાઝ ગિલ એટલી બધી બદલાઈ ગઈ છે કે આજે તે બબલી ગર્લમાંથી ઈન્ડસ્ટ્રીમાં ગ્લેમ ગર્લ તરીકે ઓળખાવા લાગી છે.
ક્યોકી સાસ ભી કભી બહુ થી થી લઈને દેવોં કે દેવ મહાદેવ અને નાગીન સુધી, મૌની રોય સોશિયલ મીડિયાની સેન્સેશન છે. મૌની રોયે સમયાંતરે પોતાનો લુક બદલ્યો છે.
જ્યારે નિયા શર્માએ સિરિયલ જમાઈ રાજામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે આજની નિયા કરતાં સાવ અલગ હતી. નિયાએ તેના દેખાવથી લઈને અભિનય સુધી જબરદસ્ત કામ કર્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીને કોણ નથી જાણતું. બબીતા જી એટલે કે મુનમુન દત્તા હંમેશા પોતાના ચાર્મથી ચાહકો પર જાદુ ચલાવી રહી છે. સમયની સાથે મુનમુનના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.