Drishyam 2ના સ્ક્રિનિંગમાં જ અભિનેત્રી શ્રિયા સરને પતિને જાહેરમાં કરી કિસ, તસવીરો વાયરલ
ફિલ્મ દ્રશ્યમ 2 આજે બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલિઝ પહેલા ગુરૂવારે રાત્રે ફિલ્મની એક સ્ટારસ્ટડ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી શ્રિયા સરન તેના પતિ સાથે નજરે પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની ફિલ્મ દ્રશ્યમ 2ન ના સ્ક્રિનિંગ દરમિયાન શ્રિયા સરન તેના પતિ આંદ્રેઈ કોસ્ચિવ સાથે પહોંચી હતી. આ દરમિયાન બંને સાથે ખુબ જ કોઝી નજરે પડ્યાં હતાં.
શ્રિયા લાલ રંગની સાડી પહેરીને નજરે પડી હતી. ઓલ રેડ લૂકમાં શ્રિયા ખુબ સુંદર લાગી રહી હતી.
શ્રિયા સરને પોતાના આ લૂકને લાઈટ મેકઅપ અને સુંદર હેરસ્ટાઈલ બનાવી હતી. શ્રિયાએ વાળમાં ગજરો પણ લગાવ્યો હતો.
પત્ની શ્રિયાનીસુંદરતા પર તેનો પતિ આંન્દ્રેઈ પણ કાયલ જણાતો હતો. માટે તેના માટે શ્રિયા પરથી નજર હટાવવી જ મુશ્કેલ હોય તેમ લાગતુ હતું.
શ્રિયા પણ પતિ આંદ્રેઈ કોસ્ચિવ સાથે કોઝી નજરે પડી રહી હતી. એટલુ જ નહીં બંનેએ જાહેરમાં એક બીજાને કિસ પણ કરી હતી.
જાહેરમાં કિસ કરતા હોય એવું કંઈ પહેલવાર નથી બન્યું. શ્રિયા અને તેનો પતિ અવારનવાર માધ્યમો સામે જ એકબીજાને કિસ કરતા નજરે પડે છે.
આ અગાઉ બંને દિવાળી પાર્ટીમાં પણ એકબીજાની ખુબ નજીક નજરે પડ્યાં હતાં. આ પ્રકારની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતાં.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ દ્રશ્યમ 2 આજે રિલિઝ થઈ રહી છે અને શરૂઆતથી જ તેના રિએક્શન રિવ્યુઝ સારા મળી રહ્યાં છે.