Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: રોજ ખાલી પેટ ખાવાથી થાય છે શરીરને આ અદભૂત ફાયદા, જાણો કેટલા અને કેવી રીતે ખાવા
હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો છે. તેના અનેક ફાયદાઓને કારણે અખરોટને ડ્રાયફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે.
અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે,હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.
અખરોટનું સેવન કરવાથી ડાયાબિટિસનું જોખમ ટળે છે. એક રિસર્ચનું તારણ છે કે, રોજ ખાલી પેટ પલાળેલા 2 અખરોટ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટિશનું જોખમ ટળે છે.
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. ખાલી પેટ અખરોટનું સેવન વેઇટ લોસમાં પણ મદદ કરે છે.
અખરોટમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.