Bollywood : બોલિવુડના એક સ્ટાર જે અચાનક મોતને ભેટ્યા ને અન્ય સેલેબ્સે તે ફિલ્મોને પુરી કરી
બોલિવુડ સ્ટાર્સ તેમના પાત્રમાં આવવા માટે આખી કાયા પલટ કરી નાખતા હોય છે. તેઓ કોઈ એક ભૂમિકા માટે અનેક મહિનાઓ સુધી તૈયારી કરે છે, પરંતુ ઘણી વખત બોલિવૂડ સેલેબ્સના મૃત્યુ બાદ તેમની બાકીની ફિલ્મો અન્ય કલાકારો સાથે શૂટ કરવામાં આવે છે. આવો જાણીએ તે સેલેબ્સ અને તેમના રિપ્લેસમેન્ટ વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલો અનુસાર, નિર્દેશક અભિષેક કપૂરે તેની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' માટે સુશાંત સિંહ રાજપૂતને સૌથી પહેલા કાસ્ટ કર્યો હતો. પરંતુ આ બાબત નસીબને મંજુર નહોતી અને સુશાંત સિંહના મૃત્યુ પછી ડિરેક્ટરે તેની જગ્યાએ આયુષ્માન ખુરાનાને કાસ્ટ કર્યો.
વર્ષ 2020માં અભિનેતા ઋષિ કપૂરના અવસાન બાદ તેમની ફિલ્મ 'ધ ઈન્ટર્ન' પર રોક લાગી ગઈ હતી. બાદમાં આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની જગ્યાએ ઋષિ કપૂરને લેવામાં આવ્યા હતા, જેમણે ફિલ્મનું કામ પૂરું કર્યું હતું.
માધુરી દીક્ષિત ફિલ્મ 'કલંક'માં બહાર બેગમના રોલમાં જોવા મળી હતી. પહેલા આ રોલ શ્રીદેવી ભજવવાની હતી પરંતુ તેના મૃત્યુ બાદ માધુરીને આ રોલ મળ્યો.
જ્યારે દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીનું અવસાન થયું ત્યારે તેની ફિલ્મ 'લાડલા' લગભગ શૂટ થઈ ગઈ હતી. જો કે તેના નિધન બાદ નિર્માતાઓએ તેના દ્રશ્યોને સંપૂર્ણપણે હટાવી દીધા અને શ્રીદેવી સાથે ફિલ્મ ફરીથી શૂટ કરવામાં આવી.
ગુરુ દત્તને 1966માં આવેલી ફિલ્મ 'બહારેં ફિર આયેંગી'માં મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો હતો, જો કે તેનું શૂટિંગ દરમિયાન જ 1964માં મૃત્યુ થયું હતું. ગુરુ દત્તના મૃત્યુ બાદ તેમની જગ્યાએ ધર્મેન્દ્રને લેવામાં આવ્યા હતા.