Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ જીત બાદ દિલ્હી ભાજપ મુખ્યાલયમાં જશ્ન, જુઓ તસવીરો
Election Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અને દિલ્હી MCDમાં યોજાયેલી ચૂંટણી માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ કહ્યું કે સૌથી પહેલા હું જનતા જનાર્દન સામે નમન કરું છું. જનતા જનાર્દનના આશીર્વાદ અભિભૂત કરનારા છે. તેમણે કહ્યું કે આજે અમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનતની સુગંધ અનુભવી રહ્યા છીએ.
પીએમે કહ્યું કે બીજેપી પ્રત્યેનો આ લગાવ દેશના અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે અને રાજ્યના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે.
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપે 153 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. વલણો અનુસાર, આ રીતે ભાજપ કુલ 156 બેઠકો પર ચૂંટણી જીતી શકે છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોદીએ કહ્યું કે ભાજપ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે ટ્વીટમાં કહ્યું કે હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના સ્નેહ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરતા રહીશું.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે 68 સભ્યોની વિધાનસભામાં 39 બેઠકો જીતી છે અને એક બેઠક પર તે આગળ છે.
ભાજપે 18 બેઠકો જીતી છે અને સાત બેઠકો પર આગળ ચાલી રહી છે. અહીં ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.