Celebs House In Goa: મુંબઇ જ નહી ગોવામાં પણ આ સેલેબ્સના છે લક્ઝરી બંગલા, જાણો હોલિડે હોમ્સની તસવીરો
Boolywood News: તમે મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સના લક્ઝરી બંગલા જોયા હશે પરંતુ આ રિપોર્ટમાં અમે તમને કેટલાક ફેમસ સેલેબ્સના ગોવામાં આવેલા લક્ઝુરિયસ હોલિડે હોમ્સની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેલિના જેટલી - અભિનેત્રી સેલિની જેટલી હાલમાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તે પણ આ લિસ્ટમાં સામેલ છે. સેલિનાનો ગોવામાં 150 વર્ષ જૂનો વિલા છે. જે ખૂબ જ સુંદર છે.
અક્ષય કુમાર - અક્ષય કુમારનો પણ ગોવામાં બંગલો છે. જે તેણે વર્ષ 2008માં ખરીદ્યો હતો. આ સી ફેસિંગ બંગલામાં અભિનેતા ઘણીવાર પરિવાર સાથે વેકેશન પર જાય છે.
ઈમરાન હાશ્મી - ઈમરાન હાશ્મી જલ્દી જ ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળવાનો છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઈમરાનનું ગોવામાં એક લક્ઝરી ચાર માળનું પેન્ટહાઉસ છે. જ્યાં તે અવારનવાર વેકેશન માટે જાય છે.
પ્રિયંકા ચોપરા - ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની પણ ગોવાના બાગા બીચ પર પ્રોપર્ટી છે. દરિયા કિનારે આ અભિનેત્રીનો બંગલો લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે.
પૂજા બેદી- બોલિવૂડ એક્ટ્રેસ પૂજાનું પણ ગોવામાં ઘર છે. જેની કિંમત કરોડોમાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત તેની તસવીરો શેર કરી છે.
અભય દેઓલ - બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભય દેઓલનું ગોવામાં એક આલીશાન ગ્રીન ગ્લાસ હાઉસ છે. જ્યાં સ્વિમિંગ પૂલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.