Taapsee Pannu: 9 વર્ષ પહેલા જ મૈથિયાસ બો સાથે સગાઇ કરી ચૂકી હતી તાપસી પન્નૂ, ‘હસીન દિલરૂબા’નો ચોંકાવનારો ખુલાસો
હવે બધાને ખબર છે કે 'ફિર આઇ હસીન દિલરૂબા' અભિનેત્રી તાપસીએ આ વર્ષની શરૂઆતમાં તેના લાંબા સમયના પાર્ટનર મૈથિયાસ બો સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો કે તાપસીએ આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ હવે તેની ફિલ્મના પ્રમૉશન દરમિયાન અભિનેત્રીએ તેના અંગત જીવનના ઘણા મોટા રહસ્યો જાહેર કર્યા અને જણાવ્યું કે તેની સગાઈ 9 વર્ષ પહેલા મેથિયાસ સાથે થઈ હતી. જાણો અભિનેત્રીએ બીજું શું કહ્યું...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખર, તાજેતરમાં તાપસી પન્નુની ફિલ્મ 'ફિર આઇ હસીન દિલરૂબા' રીલિઝ થઈ છે. જેમાં તે વિક્રાંત મેસી અને સની કૌશલ સાથે જોવા મળી રહી છે.
તાજેતરમાં જ તાપસી પન્નુ ફિલ્મના પ્રમૉશન માટે રૌનક રાજાનીના શોમાં પહોંચી હતી. આ સમય દરમિયાન અભિનેત્રીએ તેની વ્યાવસાયિક જીવનની સાથે સાથે અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરી અને તેના પતિ મેથિયાસના તમામ રહસ્યો જાહેર કર્યા હતા.
અભિનેત્રીએ આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેથિયાસ સાથે તેની પ્રથમ ડેટ ડેનમાર્કમાં થઈ હતી. જોકે તે દુબઈમાં કરવા માંગતી હતી. પરંતુ આ થઈ શક્યું નહીં.
આ દરમિયાન તાપસીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે મૈથિયાસ સાથે તેનો સંબંધ શરૂ થયો ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી. આ ઉપરાંત અભિનેત્રીના મિત્રોને પણ ચિંતા હતી કે તેની સાથે કંઈક ખોટું થઈ શકે છે. એક મિત્રએ તો તેને કહ્યું કે, 'ધ્યાન રાખઝે, ક્યાંક તે તને વેચી ના મારે?'
તાપસીએ વધુમાં કહ્યું કે મને મૈથિયાસમાં વિશ્વાસ છે. તેથી હું તેને મળી અને પછી અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. અમારો સંબંધ 1 વર્ષનો છે અને અમારી સગાઈ 9 વર્ષ પહેલા થઈ હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો 'ફિર આઇ હસીન દિલરૂબા' બાદ તાપસી હવે તેની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે.
આ ફિલ્મમાં અભિનેત્રી અક્ષય કુમાર, વાણી કપૂર અને ફરદીન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 15મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.