હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એરપોર્ટ પર આ લૂકમાં જોવા મળી Deepika Padukone
Deepika Padukone Latest Pics: તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ દરમિયાન રણવીર સિંહ સાથે તેના સંબંધો ખરાબ થયાના અહેવાલ આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેત્રી એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં પોઝ આપતી જોવા મળી હતી.
આ દરમિયાન અભિનેત્રીએ ખૂબ જ કેઝ્યુઅલ લુક કેરી કર્યો હતો અને તેણે બ્લેક એન્ડ વ્હાઇટ ઝેબ્રા ટી-શર્ટ અને ડેનિમ બ્લુ જીન્સ પહેર્યું હતું.
આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમ સાથે ક્લોઝ નેક ટોપ સ્વેટર પહેર્યું હતું.
દીપિકાએ પાપારાઝીને વધુ પોઝ આપ્યા ન હતા. દીપિકા પાદુકોણને હાલમાં જ બેચેની અને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ તેને રજા આપવામાં આવી હતી.
દીપિકા છેલ્લા કેટલાક દિવસોથી તેના પતિ રણવીર સિંહ સાથે અણબનાવની અફવાઓને કારણે પણ ચર્ચામાં છે.
એવી અફવા હતી કે બંને વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું, દીપિકા અને રણવીરના લગ્ન તૂટવાની અટકળો શરૂ થઇ ગઇ હતી. જો કે, આ દરમિયાન, અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે, 'ટચવુડ... અમે 2012માં મળ્યા અને ડેટિંગ કરવાનું શરૂ કર્યું, તેથી 2022માં મને અને દીપિકાને દસ વર્ષ થઈ ગયા.'
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ