Dussehra પર દિલ્હીની 'લવ-કુશ' રામલીલામાં રાવણ દહન કરશે Kangana Ranaut, બદલાશે 50 વર્ષો જુની પરંપરા
Dussehra 2023: બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવાઇ રહ્યો છે, ત્યારે કંગના રનૌત ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે. આ દશેરા પર કંગના રનૌત દિલ્હીની લવ કુશ રામલીલામાં રાવણનું દહન કરશે. આ સાથે તે આવું કરનાર પ્રથમ મહિલા પણ બની જશે. ખાસ વાત છે કે, જ્યારે આ ઇવેન્ટ યોજાશે ત્યારે આ સાથે જ 50 વર્ષ જુની પરંપરા પણ બદલાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવૂડ અભિનેત્રી કંગના રનૌત 24 ઓક્ટોબરે દિલ્હીની ખૂબ જ જાણીતી લવ કુશ રામલીલામાં રાવણ દહન કરશે. આ માહિતી લવકુશ રામલીલા સમિતિના અધ્યક્ષ અર્જૂનસિંહે આપી છે.
દિલ્હીની રામલીલામાં રાવણ દહનનો વીડિયો ખુદ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે તેના ચાહકોને તેની ફિલ્મ તેજસ જોવા માટે પણ વિનંતી કરી હતી જે 27મી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
વીડિયોમાં કંગના ગ્રીન એન્ડ વ્હાઇટ ડ્રેસમાં નો મેકઅપ લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
વીડિયો પૉસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત ઈવેન્ટના 50 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે કોઈ મહિલા રાવણના પૂતળાનું દહન કરશે. જય શ્રી રામ.
દિલ્હીની લવ કુશ રામલીલા સમિતિના અધ્યક્ષ અર્જૂનસિંહના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલ મહિલા આરક્ષણ બિલના સમર્થનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે પીટીઆઈને કહ્યું, ફિલ્મ સ્ટાર હોય કે રાજકારણી, દર વર્ષે કોઈ વીઆઈપી અમારી ઈવેન્ટમાં આવે છે. ભૂતકાળમાં અમે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું છે. ફિલ્મ સ્ટાર્સમાં અજય દેવગન અને જૉન અબ્રાહમ આવ્યા છે. ગત વર્ષે પ્રભાસે રાવણ દહન કર્યું હતું. અમારી ઇવેન્ટના 50 વર્ષમાં પ્રથમ વખત કંગના એક એવી મહિલા હશે જે રાવણ દહન કરશે.
કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીની ફિલ્મ તેજસ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કંગનાએ ભારતીય વાયુસેના અધિકારીની ભૂમિકા ભજવી છે.
કંગના રનૌતની પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઈમરજન્સી આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. અભિનેત્રીની છેલ્લી રિલીઝ ફિલ્મ ચંદ્રમુખી હતી.