Esha Gupta House: આવા આલીશાન ઘરમાં રહે છે 'આશ્રમ' ફેમ ઇશા ગુપ્તા
'આશ્રમ'માં પોતાના બોલ્ડ લુકથી ચાહકોને દિવાના બનાવનાર અભિનેત્રી ઇશા ગુપ્તાને આજે સૌ કોઇ જાણે છે. આ અહેવાલમાં અમે તમને અભિનેત્રીના આલીશાન ઘરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ટાઇટલ જીતનાર ઈશા ગુપ્તાએ એક્ટિંગમાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે. આજે આ અભિનેત્રી કરોડોની સંપત્તિની માલિક છે. જે મુંબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે.
ઈશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે પોતાના સ્વીટ હોમની તસવીરો પણ શેર કરતી રહે છે.
આ ઈશાના ઘરનો સુંદર લિવિંગ રૂમ છે. જેમાં સોફામાં સિલ્વર રંગના સોફા લગાવવામાં આવ્યા છે. તે ઘરને અનોખો લુક આપે છે.
આ ઈશાનો આરામદાયક બેડરૂમ છે. જેમાં ફૂલના આકારનો પલંગ લગાવવામાં આવ્યો છે અને તેની પાછળ સંપૂર્ણ મિરર વોલ આપવામાં આવી છે. તેની સાથે એક લાઇટ લેમ્પ પણ લગાવવામાં આવ્યો છે.ઈશાએ તેના મોટાભાગના ઘરને વ્હાઇટ થીમ પર સજાવ્યું છે. આ સિવાય ઘરમાં લાકડાના ફ્લોરિંગ પણ કરવામાં આવ્યા હતા.
ઈશાએ તેના મોટાભાગના ઘરને વ્હાઇટ થીમ પર સજાવ્યું છે. આ સિવાય ઘરમાં લાકડાના ફ્લોરિંગ પણ કરવામાં આવ્યા હતા.
આ ઘરનો ડાઇનિંગ એરિયા છે. જેમાં ટેબલ સાથે ઓફ વ્હાઇટ કલરની લાકડાની ખુરશી છે. ઈશા ઘણીવાર અહીં ફોટોશૂટ કરતી જોવા મળે છે.