આલિયા ભટ્ટથી લઇને અનન્યા પાંડે સુધી, કરવા ચોથ પર રિક્રિએટ કરો આ એક્ટ્રેસનો એથનિક લૂક
આ કરવા ચોથ જો તમે સૌથી સુંદર દેખાવા માંગતા હોવ તો બોલિવૂડની આ એક્ટ્રેસનો એથનિક લૂકને રીક્રિએટર કરો. આ લૂકમાં તમે બધા કરતા અલગ જ દેખાશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે કરવા ચોથ પર લાલ કે ગુલાબી કલર ના પહેરવા માંગતા હોવ તો તમે અનન્યા પાંડેની જેમ ડાર્ક પર્પલ કલરના લહેંગાને રિક્રિએટ કરી શકો છો. આ લૂક દેખાવમાં જેટલો ગ્લેમરસ છે તેટલો જ ભવ્ય છે.
આલિયા ભટ્ટ બોલિવૂડની ફેશનિસ્ટા છે. તેના પર તમામ કલર સારો લાગે છે. તેથી જો તમે પણ કરવા ચોથ પર આલિયા ભટ્ટની જેમ ગ્લેમરસ અને સુંદર દેખાવા માંગતા હોવ તો તમે પિંક કલરની પ્લેન સાડીને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ સાથે પહેરી શકો છો.
જ્હાન્વી કપૂરનો આ લુક તમારી સુંદરતામાં વધારો કરશે. મોટાભાગની મહિલાઓ કરવા ચોથ પર લાલ રંગની સાડી પહેરે છે. આવી સ્થિતિમાં જો તમે તેને ગ્રીન હેવી એમ્બ્રોડરી બ્લાઉઝ સાથે કેરી કરશો તો જોનારા દંગ રહી જશે.
જો તમે કરવા ચોથ પર સાડી ન પહેરવા માંગતા હોવ તો તમે શહનાઝ ગિલની જેમ ડાર્ક પિંક પ્લાઝો સૂટ કેરી કરી શકો છો. તે સુંદર અને આરામદાયક પણ છે.
તમે માધુરી દીક્ષિત જેવો ઈન્ડો વેસ્ટર્ન લુક પણ ટ્રાય કરી શકો છો. આ તમને ટ્રેડિશનલ લુક તો આપશે જ સાથે સાથે મોર્ડન ટચ સાથે ગ્લેમરસ લુક પણ આપશે.
જો તમે આ કરવા ચોથમાં સાદગી અને એલિગેન્સ સાથે ક્યૂટ લુક કેરી કરવા માંગતા હોવ તો કેટરિના કૈફની આ સ્ટાઇલ બેસ્ટ છે.