Mohammed Siraj DSP: RCBએ સિરાજને આપ્યો જેમ્સ બોન્ડનો લુક, જાણો DSP બન્યા પછી ક્યાં મળ્યું પોસ્ટિંગ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ તેલંગાણા પોલીસમાં ડીએસપી બન્યા છે. તેલંગાણા સરકારે ટી20 વર્લ્ડ કપ 2024 બાદ તેને સરકારી નોકરીનું વચન આપ્યું હતું. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના માટે એક રસપ્રદ પોસ્ટ શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRCB એ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં સિરાજને જેમ્સ બોન્ડનો લુક આપવામાં આવ્યો છે. RCBએ સિરાજ માટે આ ખાસ પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'નેક્સ્ટ જેમ્સ બોન્ડ મિયાં'
જો આપણે સિરાજની પોસ્ટિંગ વિશે વાત કરીએ તો તેને હૈદરાબાદમાં જ પોસ્ટ કરવામાં આવ્યો છે. સિરાજ તેની પોલીસની નોકરી સાથે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
સિરાજ ટીમ ઈન્ડિયાના ઘાતક બોલરોમાંથી એક છે. તેણે ટેસ્ટ અને વનડે તેમજ ટી20 મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
તે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. સિરાજનું આરસીબી સાથે ઘણું જૂનું જોડાણ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. સિરાજને પણ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.
સિરાજને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ તક મળી શકે છે.