દીકરો ફિલ્મ સ્ટાર, તેમ છતાં પિતા કરે છે બસ ડ્રાઇવિંગ, શું છે પરિવારની હકીકત, જાણો
ટ્રેન્ડ થયું હેપી બર્થ ડે રોકીભાઇ:સોશિયલ મીડિયા પર સતત ફેન્સ તેમને જન્મદિનની શુભકામના પાઠવી રહ્યાં છે. યશની અપકમિંગ ફિલ્મ “KGF ચેપ્ટર2નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. તેવામાં ફેન્સ માટે ડબલ સેલિબ્રેશનનો મોકો છે. ફેન્સ યશને પ્રેમથી રોકી કહે છે. આજે ટિવટર પર સતત #HappyBirthDayRockyBhai ટ્રેન્ડ કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાતોરાત નથી મળી સફળતા:મૈસૂરમાં અભ્યાસ કર્યાં બાદ યશ બેંગલોરમાં તેમના સપનાને સાકાર કરવા પહોંચ્યાં. અહીં યશે એક થિયેટર ગ્રૂપ જોઇન કર્યું હતું. સિનેમા પહેલા યશે ટીવી શોમાં કામ કર્યું હતું. જો કે યશને રાતો રાત સફળતા નથી મળી. શરૂઆતમાં તેમને ઘણા સપોર્ટિગ રોલ કરવા પડ્યાં હતા. 2007માં કન્નડ ફિલ્મ Jambada Hudugiમાં તેમને કેમિયો કરવાની તક મળી હતી.
KGFના એક ઇવેન્ટમાં એસએસ રાજામૌલીએ પણ એક વખત જણાવ્યું હતું કે, તે” જાણીને બહુ જ ખુશી થઇ કે, યશ એક બસ ડ્રાઇવરના પિતા છે. મારા માટે સૌથી મોટા સ્ટાર હિરો તેના પિતા છે”
આજે KGF સ્ટાર યશનો જન્મદિવસ છે. યશ કોઇ ઓળખનો મોહતાજ નથી. કન્નડ ફિલ્મથી ડેબ્યૂ કરનાર યશે હિન્દી ઇન્ડ્રસ્ટ્રીમાં પણ પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. આજે યશનો જન્મદિવસ છે. ત્યારેની પારિવારિક જિંદગી વિશે થોડું જાણીએ.
કર્ણાટકના હાસન જિલ્લામાં યશનો જન્મ થયો. બાળપણમાં તેમનું નામ નવીન કુમાર ગૌવડા હતું. આ સમયે તેમના પિતા બસના ડ્રાઇવર હતા. જો કે આજે પણ તેવો ડ્રાઇવિંગ જ કરે છે. યશે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેમના પિતા આજે પણ એ જ કામ કરે છે. આ વસ્તુ જ તેમને જમીન સાથે જોડી રાખે છે.
યશે અભિનેત્રી રાધિકા પંડિત સાથે લગ્ન કર્યાં છે. તેમને બે બાળકો છે. ટીવી સિરિયલ નંદા ગોકુલના સેટ પર બંનેની મુલાકાત થઇ હતી. યશ અને રાધિકા બંને એક ફાઉન્ડેશન પણ ચલાવે છે. આ ફાઉન્ડેશન દ્રારા તે સોશિયલ વર્ક કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -