Rakul Preet-Jackky Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નની પ્રથમ તસવીર આવી સામે
Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગોવામાં આ દંપતીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરકુલ પ્રીત અને જેકીએ આનંદ કારજ વિધિ બાદ શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા. 3જી ફેબ્રુઆરીથી જ બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી.
3 ફેબ્રુઆરીના રોજ, રકુલ પ્રીત સિંહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન પહેલા અખંડ પાઠમાંથી પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.
16 ફેબ્રુઆરીએ જેકી ભગનાનીના ઘરે ઢોલ નાઈટ યોજાઈ હતી અને બીજા દિવસે કપલ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યું હતું.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 18 ફેબ્રુઆરીના રોજ લગ્ન માટે ગોવા રવાના થયા હતા. તેમના લગ્નના ફંક્શન 19 ફેબ્રુઆરીથી શરૂ થયા હતા. પહેલા દંપતીની હલ્દી વિધિ થઈ અને પછી દુલ્હનના હાથ પર પતિના નામની મહેંદી લગાવી.