‘ફૂકરે’ ફેમ એક્ટ્રેસ Vishakha Singhએ સોશિયલ મીડિયા પર યુઝરને આપ્યો હતો જોરદાર જવાબ
મુંબઇઃ 5 મે 1986ના રોજ અબુ ધાબીમાં જન્મેલી વિશાખાને સિરીઝ 'ફુકરે'માં નીતુ સિંહના રોલને કારણે લોકપ્રિયતા મળી હતી. વિશાખા સિંહ દક્ષિણ અને બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી છે. વિશાખાએ તેનું સ્કૂલિંગ અબુ ધાબી અને દિલ્હી પબ્લિક સ્કૂલ, દિલ્હીમાંથી કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશાખાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બિઝનેસ સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં વિશાખાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન (IIMC નવી દિલ્હી)માંથી પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કર્યા પછી મોડેલિંગ શરૂ કર્યું.
વિશાખા સિંહ વર્ષ 2007માં ટીવી અને પ્રિન્ટ માટે ઘણી કોમર્શિયલ જાહેરાતોમાં જોવા મળી હતી. વિશાખા સિંહે 2007માં તેલુગુ ફિલ્મ Gnaapakamથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેણે તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું.
વિશાખા સિંહે વર્ષ 2008માં ફિલ્મ 'હમ સે જહાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.વિશાખા સિંહ વર્ષ 2010માં આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'ખેલે હમ જી જાન સે'ના કારણે ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું.
આ ફિલ્મમાં તેના શ્રેષ્ઠ અભિનય માટે વિશાખા સિંહને સ્ટાર ડસ્ટ એવોર્ડ માટે નોમિનેટ કરાઇ હતી.વિશાખા સિંહે સાઉથ અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેને 'ફુકરે' અને 'ફુકરે રિટર્ન્સ'ને કારણે લોકપ્રિયતા મળી હતી.
વિશાખા સિંહે એકવાર સોશિયલ મીડિયા પર અશ્લીલ ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અભિનેત્રીએ ચૂપ રહેવાને બદલે સોશિયલ મીડિયા યુઝરને જડબાતોડ જવાબ આપ્યો હતો.વિશાખાએ લખ્યું હતું કે 'જો તમારામાં હિંમત હોય તો ફેસબુક પ્રોફાઇલ પિક્ચરમાં અસલી તસવીર મૂકીને કોમેન્ટ કરો'. વિશાખા સિંહ એક ઉદ્યોગસાહસિક પણ છે. ઘણા રાષ્ટ્રીય મંચોમાં ભાગ લે છે.
All Photo Credit: Instagram