Lock Upp: કરણ કુન્દ્રા સાથે શોમાં જોવા મળશે તેજસ્વી પ્રકાશ, વોર્ડન લૂકમાં તસવીરો વાયરલ
કંગના રનૌતનો શો ‘લોક અપ’ OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહ્યો છે. આ શોમાં સ્પર્ધકોએ તેમના ઘણા રહસ્યો ખોલ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણ કુન્દ્રા શોમાં જેલર તરીકે જોવા મળી રહ્યો છે. હવે આ શોમાં કરણ સાથે તેજસ્વી પણ જોવા મળવાની છે.
કરણ કુન્દ્રા લોકઅપમાં જેલર બની ગયો છે તો હવે તેજસ્વી વોર્ડન બની ગઇ છે. તેજસ્વીના વોર્ડન લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તેજસ્વી પ્રકાશ વોર્ડન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે બ્લેક એન્ડ વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.
પ્રશંસકોએ તેજસ્વી અને કરણ કુન્દ્રાને એકવાર સાથે જોવાનો મોકો મળશે.
તેજસ્વી અને કરણની લવ સ્ટોરી બિગ બોસ 15 થી શરૂ થઈ હતી. બંને શો પછી પણ ઘણીવાર સાથે જોવા મળે છે.
કરણ કુન્દ્રા લોકઅપમાં જેલર બનતો જોવા મળી રહ્યો છે. તે સ્પર્ધકો પાસે ઘણા કાર્યો કરાવે છે. લોકઅપની વાત કરીએ તો આ શોને બે ફાઇનલિસ્ટ મળ્યા છે. શિવમ શર્મા, પ્રિન્સ નરુલા ફાઇનલિસ્ટ બન્યા છે. પૂનમ પાંડે આ શોમાંથી બહાર છે.