Upcoming Biopics: માત્ર ગંગુબાઈ કાઠિયાવાડી જ નહીં, આ દમદાર બાયોપિક્સ પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ ગંગુબાઈની બાયોપિક છે. આ વર્ષે બીજી ઘણી બાયોપિક્સ જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય પ્રાચીન ઈતિહાસના રાજા પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિક પણ આ વર્ષે રિલીઝ થશે. ફિલ્મનું નામ પૃથ્વીરાજ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચૂકેલી ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા એક્સપ્રેસ પણ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં છે.
અજય દેવગન આ વર્ષે ફિલ્મ મેદાનમાં જોવા મળશે. આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે.
26/11ના મુંબઈ હુમલામાં આતંકવાદીઓ સામે લડતી વખતે શહીદ થયેલા NSG કમાન્ડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની બાયોપિક મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન પણ આ વર્ષે રિલીઝ થશે.
દેશની પ્રખ્યાત મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક શાબાશ મિથુ પણ આ વર્ષે જોવા મળશે.