GoodBye 2021: Shershaahથી લઇને Mimi સુધી, આ વર્ષે OTT પર છવાઇ આ ફિલ્મો
Best Bollywood Movies on OTT: વર્ષ 2021 બોલિવૂડ માટે સારુ રહ્યું છે. આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર અનેક શાનદાર ફિલ્મો રીલિઝ થઇ હતી જેને દર્શકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે. આ ફિલ્મોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહથી લઇને પંકજ ત્રિપાઠીની કૃતિ સેનનની ફિલ્મ મિમી સુધી ફિલ્મો સામેલ છે. વર્ષ 2021માં ઓટીટી પર રીલિઝ થયેલી કેટલીક હિટ ફિલ્મો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની શાનદાર ફિલ્મ શેરશાહ વર્ષ 2021ની સૌથી હિટ ફિલ્મ રહી છે. ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા શહીદ કેપ્ટન વિક્રમ બત્રા પરથી બનેલી છે. ફિલ્મને અમેઝોન પ્રાઇમ પર જોઇ શકાય છે.
ફિલ્મ સરદાર ઉધમમાં વિક્કી કૌશલને ક્રાંતિકારી સરદાર ઉધમસિંહની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ અમેઝોન પ્રાઇમ પર જોઇ શકો છો.
મિમી સરોગેસી જેવા વિષય પર બની છે. ફિલ્મમા કૃતિ સેનને મિમીની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની એક્ટિંગ શાનદાર રહી છે. ફિલ્મ નેટફ્લિક્સ પર જોઇ શકો છો.
ફિલ્મ શેરનીમાં વિદ્યા બાલને એક ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ અમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઇ હતી
ફિલ્મ પગલેટમાં સાન્યા મલ્હોત્રાની શાનદાર એક્ટિંગ જોવા મળી. ફિલ્મમાં સાન્યાના પતિનું મોત થઇ જાય છે ત્યારબાદ તે સેલ્ફ ડિસ્કવર કરતી જોવા મળે છે. ફિલ્મ નેટફ્લિક્સ પર રીલિઝ થઇ હતી.