એક સમયે નીલમના પ્રેમમાં પાગલ હતો ગોવિંદા, કરવા માંગતો હતો લગ્ન પરંતુ આ કારણે ન થઇ શક્યા
80-90ના જમાનાના પ્રખ્યાત સ્ટાર ગોવિંદા માત્ર તેની શ્રેષ્ઠ ફિલ્મોના કારણે જ નહીં પરંતુ તેની અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાનું અફેર તે જમાનાની પ્રખ્યાત અભિનેત્રી નીલમ કોઠારી સાથે હતું. નીલમ અને ગોવિંદાની જોડી પહેલીવાર 1986માં આવેલી ફિલ્મ 'ઇલઝામ'માં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બંને સ્ટાર્સની જોડી તે સમયની ફેમસ કપલ્સમાંથી એક હતી અને તેઓએ લગભગ એક ડઝન ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, નીલમને પહેલી નજરે જોઈને ગોવિંદાએ તેનું દિલ આપી દીધું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદા નીલમના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે તેની મંગેતર સુનીતાને પણ કહ્યું હતું કે તેણે નીલમ જેવું બનવું જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદા અને સુનીતા વચ્ચે નીલમને લઈને ઝઘડો થતો હતો. ગોવિંદાએ સુનીતા સાથેની સગાઈ પણ તોડી નાખી હતી. ગોવિંદાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો સુનીતાએ તેને પાંચ દિવસમાં ફોન ન કર્યો હોત તો મામલો વધુ બગડી શક્યો હોત.
જ્યારે ગોવિંદાના પિતા નીલમને પસંદ કરતા હતા, ત્યારે અભિનેતાની માતાએ સ્પષ્ટ કહ્યું હતું કે પુત્રના લગ્ન થશે તો સુનીતા સાથે જ. જો કે, એવું કહેવાય છે કે ગોવિંદાએ તેની માતાની વાત ટાળી ન હતી. માતાની ઈચ્છા મુજબ તેણે નીલમને ભૂલીને સુનીતા સાથે લગ્ન કર્યા હતા.