Hansika Motwani Wedding Album:પીઠીથી સાતફેરા સુધી જુઓ Hansika Motwani અને સોહેલ કથુરિયાનું વેડિંગ આલ્બમ
Hansika Motwani Wedding Album: અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નથી લઈને પ્રી-વેડિંગ સુધીની તમામ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેરકરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર હંસિકા મોટવાણી આખરે સોહેલ કથુરિયાની દુલ્હન બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. જયપુરમાં અરવલ્લી પહાડીઓની વચ્ચે મુંડોટા કિલ્લામાં આ દંપતીએ શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.
હંસિકા અને સોહેલના લગ્નની વિધિઓ ગયા અઠવાડિયે મુંબઈમાં માતા કી ચૌકીથી શરૂ થઈ હતી. જેમાં કપલ લાલ રંગની જોડીમાં એકબીજાને કોમ્પ્લિમેટ કરતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, હંસિકાએ તેના લગ્ન માટે હેવી એમ્બ્રોઈડરી સાથે સુંદર લાલ લહેંગા પસંદ કર્યો હતો. હાથમાં નાની માંગ ટીકા, કલીરા પહેરેલી અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી. બીજી તરફ સોહેલ કથુરિયા પણ ઓફ-વ્હાઈટ ગોલ્ડન વર્કની શેરવાનીમાં અદભૂત લાગી રહ્યો હતો.
ગયા શુક્રવારે હંસિકાની મહેંદી સેરેમની અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. હંસિકા મહેંદીમાં સુંદર ટાઈ-ડાઈ શરારા સૂટમાં જોવા મળી હતી.
જ્યારે હંસિકા સંગીતમાં ગોલ્ડન હેવી એમ્બ્રોઈડરી શરારા અને સોહેલ ગોલ્ડન શેરવાનીમાં જોવા મળી હતી. બંનેએ સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.
દરમિયાન, પીઠીની વિધિ ઝલક પણ સામે આવી હતી, જેમાં વ્હાઇટ યેલો ફ્લોરલ પ્રિન્ટના મેચિંગ આઉટફિટમા જોવા મળ્યાં હતા.
ગત શનિવારે સંગીતનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન હંસિકાએ પિંક કલર પહેર્યો હતો, જ્યારે સોહેલ બ્લેક શેરવાનીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગતો હતો.
શનિવારે જ જયપુરના મુંડોટા ફોર્ટ ખાતે પોલો મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હંસિકા અને સોહેલ સફેદ ડ્રેસમાં વિન્ટેજ કારમાં સવાર થઈને પોલો ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.