ઓછા બજેટમાં વિદેશમાં ન્યૂ ઇયર સેલિબ્રેશન કરવા ઇચ્છો છો? તો આ દેશનો પ્લાન બનાવો, જ્યાં જવું નહિ પડે મોંઘુ
Budget Friendly Foreign Trip: વિદેશમાં ન્યૂ ઇયર સેલિબ્રેશન કરવું છે પણ બજેટનું ટેન્શન છે તો આ ઓપ્શન આપના માટે છે. અહીં પોકેટ ફ્રેન્ડલી પ્રવાસી સ્થળોની સંપૂર્ણ યાદી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથાઈલેન્ડઃ નવા વર્ષની પાર્ટીઓની વાત કરવામાં આવે તો એશિયાઈ દેશ થાઈલેન્ડને અન્ય કોઈ દેશની તુલના કોઇ દેશ સાથે થઇ શકે તેમ નથી. તો આ નવા વર્ષમાં તમે થાઈલેન્ડ માટે પોકેટ ફ્રેન્ડલી ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો.
શ્રીલંકા: નવા વર્ષની ઉજવણી કરવા માટેનું બીજું ખૂબસૂરત અને પોકેટ-ફ્રેન્ડલી સ્થળ શ્રીલંકા છે. આ સુંદર ટાપુથી સભર રાષ્ટ્ર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, સુંદર દૃશ્યો અને સુંદર દરિયાકિનારાથી લોકોને આકર્ષે છે.
વિયેતનામઃ વિયેતનામની સુંદરતાનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. આ સ્થળ તેના સુંદર પર્વતો અને સુંદર બીચ માટે પ્રવાસીઓ માટે એક હોટ હબ છે. આ સાથે દેશનું બજેટ પણ ફ્રેન્ડલી છે.
ઇજિપ્તઃ તમે આ નવા વર્ષે ઇજિપ્તની મુલાકાત લેવાનો પ્લાન પણ બનાવી શકો છો. ફારુન અને પિરામિડની ભૂમિ, ઇજિપ્ત વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.
કંબોડિયા: સુંદર એશિયન દેશો લવલી બીચ, પ્રાચીન મંદિરો અને સ્વાદિષ્ટ ખોરાક માટે જાણીતો છે. કંબોડિયા પણ તે સ્થળોમાંથી એક છે જે બજેટ ફ્રેન્ડલી હોવા સાથે પ્રવાસીઓ માટે એક પ્રિય પર્યટન સ્થળ બની ગયું છે.
સિંગાપુરઃ પાર્ટી લવર્સ માટે સિંગાપોર સ્વર્ગથી કમ નથી. સિંગાપોરમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ભવ્ય છે. સારી વાત એ છે કે સિંગાપોરમાં તમે તમારા બજેટમાં એન્જોય કરી શકો છો.
દુબઈ: દુબઈમાં અદ્ભુત નાઈટલાઈફ છે. નવા વર્ષની ઉજવણી માટે આ દેશ પ્રખ્યાત છે. જેના કારણે જ દૂરદૂર થી થી લોકો આવે છે. આ ખૂબ જ સુંદર શહેર ઝડપથી વિકસતું શહેર છે તેથી જ પર્યટનું ફેવરિટ પ્લેસ છે.
મલેશિયા: બજેટ ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ વેકેશન માટે મેલેશિયા બેસ્ટ પ્લેસ છે. આ દેશમાં ટ્રોપિલકલ ફોરેસ્ટ, બ્યુટીફુલ સિટી અને થીમ પાર્કનું બ્યુટીફુલ કોમ્બિનેશન છે.