Happy Birthday Divya Khosla Kumar: આ ફિલ્મના સેટ પર દિવ્યા ખોસલાને દિલ આપી બેઠા હતા ભૂષણ કુમાર
Birthday Special Divya Khosla Kumar: બોલિવૂડના એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર આજે 35 વર્ષની થઈ ગઈ છે. વર્ષ 1987માં આજના દિવસે દિલ્હીમાં જન્મેલી દિવ્યાએ પોતાની ફિલ્મોથી ગ્લેમરની દુનિયામાં પ્રભુત્વ જમાવ્યું છે. તે ભૂષણ કુમાર સાથેની તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાના 35માં જન્મદિવસના અવસર પર ચાલો જાણીએ તેની લવ લાઈફ વિશે. અભિનેત્રી અને ભૂષણ કુમાર પહેલીવાર ક્યાં મળ્યા હતા અને પછી બંનેએ કેવી રીતે એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે દિવ્યા ખોસલા કુમાર તેની ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે T-Seriesના માલિક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર તેને આ જ ફિલ્મના સેટ પર પહેલીવાર મળ્યા હતા.
આ મુલાકાત બાદ બંને મિત્રો બની ગયા અને બંને એકબીજા સાથે મેસેજ પર વાત કરવા લાગ્યા હતા.દિવ્યા અને ભૂષણ એકબીજા સાથે મેસેજ દ્વારા વાત કરતા હતા પરંતુ દિવ્યાએ પોતે જ ખુલાસો કર્યો છે કે તે કોઈ અમીર છોકરાની નજીક જવા માંગતી નથી.
આ પછી ભૂષણે તેના પરિવારને લગ્ન માટે પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. આ કોલ પછી ભૂષણે તેના પરિવારને તેના દિલની વાત કહી અને આ રીતે બંનેએ સાત ફેરા લીધા અને એકબીજાને પોતાના જીવન સાથી બનાવ્યા.
દિવ્યા ખોસલા કુમાર અને ભૂષણ કુમાર તેમના લગ્ન જીવનમાં ઘણા ખુશ છે. આ સાથે આજકાલ દિવ્યા તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.