Hardy Sandhu Networth: જાણો કેટલી પ્રોપર્ટીનો માલિક છે પંજાબી સિંગર Hardy Sandhu, આ ફિલ્મથી કરશે બોલીવૂડમાં ડેબ્યૂ
Hardy Sandhu Networth: હાર્ડી સંધૂ હાલના દિવસોમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. લાખો લોકો તેના અવાજના દિવાના છે. પરંતુ શું તમે જાણો છો કે સમગ્ર દેશને પોતાના અવાજથી કાયલ બનાવનાર હાર્ડી સંધૂ પહેલા ક્રિકેટ રમતો હતો. પરંતુ તેના જીવનમાં બનેલી એક ઘટનાએ તેને ક્રિકેટથી દૂર કરી દિધો હતો. એક વખત ક્રિકેટ રમતા હાર્ડીને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી એટલે તેણે ક્રિકેટમાંથી સન્યાસ લેવો પડ્યો હતો. ત્યારબાદ હાર્ડીએ સિંગિંગમાં પોતાનું કરિયર બનાવ્યું. ચાલો તમને જણાવી તેની નેટવર્થ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્ડી સંધૂએ પંજાબી સિનેમાને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. જેમને ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. હાર્ડીનું પહેલું હિટ ગીત ટકીલા શોટ હતું. આ ગીત તેની કારકિર્દીને ઉંચાઈ પર લઈ ગયું. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
હાર્ડી સંધૂ અત્યાર સુધી ઘણા મ્યુઝિક આલ્બમ બનાવ્યા છે અને તે ઈન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગર તરીકે પણ કામ કરી રહ્યો છે. આ સાથે તેણે હિન્દી ફિલ્મો તુમ બિન 2, બાલા અને ગુડ ન્યૂઝમાં પણ ગીતો ગાયા છે.
સિંગિંગની સાથે સાથે હાર્ડી સંધૂ એક્ટિંગમાં પણ ઘણો સક્રિય છે. તે પંજાબી ફિલ્મો યારાન દા કેચઅપ અને મેરા માહી એનઆરઆઈમાં પણ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે હવે તે કપિલ દેવની બાયોપિક '83'થી બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
હાર્ડી સંધૂની નેટવર્થની વાત કરીએ તો આટલું કામ કર્યા બાદ તેણે કરોડોની પ્રોપર્ટી બનાવી છે. એક વેબસાઈટ republicworld.com અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 21 મિલિયન ડૉલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 155 કરોડ રૂપિયા છે.