Hema Malini Birthday Special: હેમા માલિનીનું અસલી નામ શું છે? કેટલો કર્યો છે અભ્યાસ?
હેમા માલિનીએ પોતાના શ્રેષ્ઠ અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. પરંતુ આજે તેમના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના શિક્ષણ વિશે જાણકારી આપી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી હેમા માલિની બોલિવૂડની પીઢ અભિનેત્રી છે. જેમણે પોતાના કરિયરમાં ઘણી યાદગાર અને હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં તેમણે શાનદાર ભૂમિકાઓ ભજવી છે. પરંતુ શું તમે જાણો છો કે લાખો દિલો પર રાજ કરનાર હેમા માલિની કેટલી શિક્ષિત છે?
હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબરે થયો હતો. તેમનું પૂરું નામ હેમા માલિની ચક્રવર્તી છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ચેન્નઈની આંધ્ર મહિલા સભામાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ અભ્યાસ માટે દિલ્હી આવ્યા અને અહીંની તમિલ એજ્યુકેશન એસોસિએશન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં એડમિશન લીધું.
જોકે, ભણતરની સાથે હેમાને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો. પછી જ્યારે તેને પોતાનો શોખ પૂરો કરવાનો મોકો મળ્યો તો તે 12મા ધોરણ સુધી પણ ભણી ન શક્યા ન હતા.
વાસ્તવમાં હેમાના પિતા વીએસ આર ચક્રવર્તી તમિલ ફિલ્મોના નિર્માતા હતા. આ જ કારણ હતું કે હેમાને એક્ટિંગનો શોખ હતો. ત્યારબાદ વર્ષ 1961માં ખૂબ જ નાની ઉંમરમાં હેમા માલિનીને એક ફિલ્મમાં ડાન્સરનો રોલ કરવાનો મોકો મળ્યો.
ત્યારબાદ વર્ષ 1968માં તેમને રાજ કપૂર સાથે સપને કા સૌદાગરમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ પછી હેમા માલિનીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
હેમાએ પોતાના કરિયરમાં ડ્રીમ ગર્લ, શોલે, સત્તે પે સત્તા, રઝિયા સુલતાન અને બાગબાન જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
આ દિવસોમાં હેમા માલિની ફિલ્મોની સાથે સાથે રાજનીતિમાં પણ ખૂબ સક્રિય છે.