'કેરિયર આગળ વધારવી હોય તો તેની સાથે સૂઇ જા, નહીં તો.....', બૉલીવુડ એક્ટ્રેસનું ભયાનક કાસ્ટિંગ કાઉચ
Shama Sikander Block Her Way Of Industry: હસીન ગર્લ શમા સિકન્દર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ છે અને ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે, શમા સિકન્દર મોટા પડદા પર કેટલીય ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો પણ બતાવી ચૂકી છે, જોકે, હાલના સમયમાં શમા સિકન્દર ટીવી અને ફિલ્મોની દુનિયાથી દૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમા સિકન્દરે સોની ટીવીના શૉ યે મેરી લાઈફ હૈથી દર્શકોના મનમાં એક અલગ જ છાપ છોડી હતી. જો જોવામાં આવે તો આ શૉના કારણે જ તેને વધુ લોકપ્રિયતા મળી હતી.
અગાઉ શમા સિકન્દરે પ્રેમ અગન, મન, યે મોહબ્બત હૈ, અંશ ધ ડેડલી પાર્ટ, બસ્તી, ધૂમ ધડકા, કૉન્ટ્રાક્ટ અને બાયપાસ રૉડ જેવી કેટલીય સારી ફિલ્મોમાં કામ કર્યું હતું.
દરમિયાન, અભિનેત્રીની એક ખૂબ જ વિવાદાસ્પદ ટૂંકી ફિલ્મ પણ બહાર આવી - સેક્સોહૉલિક. શમા સિકન્દર કહે છે કે તેને ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો એકદમ ખરાબ અનુભવ કર્યો છે.
શમા સિકન્દરે કહ્યું કે તેને અહીં ઘણું મળ્યું અને ઘણું ગુમાવ્યું પણ, જ્યારે તે નવી હતી ત્યારે તેને ઘણા બધા ઓડિશન આપ્યા. જ્યાં કહેવાય ત્યાં જતી. પસંદ કરવામાં આવતી, શૂટિંગ શરૂ થતું હતું અને પછી મારા પર ફાયરિંગ થતું. આવું ઘણીવાર મારી સાથે બન્યુ છે. તે સમયે મને સમજાતું નહોતું કે આવું કેમ થયું, હું સમજી શકી નહીં કે આ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે છે ?
જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાં આવો છો ત્યારે તમને લાગે છે કે તમે ટેલેન્ટેડ છો, એક્ટિંગ પણ આવડે છે, ડાન્સ પણ આવડે છે, બધું જ આવડે છે, પણ અહીં વાત અલગ છે, તમે ક્યા ગૃપમાંથી છો, કોની સાથે દોસ્તી છે અને કોના દોસ્ત છો એ જોવામાં આવે છે. પછી તમારું ટેલેન્ટ કામ આવે છે, પહેલા યુદ્ધ બહુ મોટું હોય છે જે જીતવું પડે છે.
શમા સિકન્દરે કાસ્ટિંગ કાઉચના પોતાના અનુભવને શેર કરતાં કહ્યું કે, - ઘણા બધા લોકોએ મને અહીં કહ્યું કે તું કંઇજ નહીં કરી શકે જો તેની સાથે સૂઇશ નહીં તો. તેની સાથે આમ ના કર્યુ તેમ ના કર્યું તો તારી કેરિયર આગળ નહીં વધી શકે, તું કેરિયરમાં આગળ નહીં વધી શકે પરંતુ હું આજે અહીં છું.... હું મારું જ સાંભળતી રહી, મે મારી જાતને ગુમાવી નહીં....