આ બેન્ક Saving Account પર FDથી વધુ આપી રહ્યું છે વ્યાજ, અહી જાણો કેટલું મળે છે રિટર્ન?
ફુગાવાના કારણે મે 2022 થી અત્યાર સુધીમાં ભારતીય રિઝર્વ બેન્કે તેના વ્યાજ દરોમાં ઘણી વખત વધારો કર્યો છે. આવી સ્થિતિમાં બેન્ક FD અને સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરમાં જબરદસ્ત વધારો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે સેવિંગ એકાઉન્ટમાં સૌથી નીચો વ્યાજ દર ઓફર કરવામાં આવે છે પરંતુ ઘણી નાની ફાઇનાન્સ બેન્કો છે જે ગ્રાહકોને 7 ટકા સુધી વ્યાજ દર ઓફર કરે છે.
આજે અમે તમને એવી પાંચ નાની ફાયનાન્સ બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જેમાં ગ્રાહકોને તેમના બચત ખાતા પર 7 થી 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.
જન સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતા પર ગ્રાહકોને 3.50 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. બેન્ક 10 કરોડથી 50 કરોડ રૂપિયાની ડિપોઝીટ પર સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.
યુનિટી સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતા પર 6 થી 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. બેન્ક 1 લાખ રૂપિયાની ડિપોઝીટ પર 6 ટકા અને 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝીટ પર 7 ટકા વ્યાજ ચૂકવે છે.
ઇક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેન્ક તેના ગ્રાહકોને 1 લાખ રૂપિયાના બેલેન્સ પર 3.50 ટકા, 1 થી 5 લાખ રૂપિયાના બેલેન્સ પર 5.25 ટકા, 5 લાખથી 5 કરોડ રૂપિયાની બેલેન્સ પર 7 ટકા અને 5 કરોડથી વધુના બેલેન્સ પર 7.50 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.
સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્ક ગ્રાહકોને બચત ખાતા પર 3.75 ટકાથી 7 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેન્ક તેના ગ્રાહકોને બચત ખાતા પર 3.50 ટકા થી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.