Janhvi Kapoor Ramp Walk: સિલ્વર ચણીયા-ચોળીમાં જ્હાન્વી કપૂરે રેમ્પ પર બતાવ્યો જલવો, તસવીરો પર ફેન્સ પાગલ
Janhvi Kapoor Ramp Walk Pics: આજથી મુંબઇમાં મુકેશ અંબાણીના જિઓ વર્લ્ડ પ્લાઝા મૉલનું ઉદઘાટન થયુ છે. આ ઓપનિંગ સેરેમનીમાં કેટલાય બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો, એટલું જ નહીં બૉલીવુડ હસીનાઓનું રેમ્પ વૉક પણ જોવા મળ્યુ હતુ. જ્હાન્વી કપૂરની આ રેમ્પ વૉકની તસવીરો સામે આવી છે. ગઈકાલે રાત્રે અંબાણી પરિવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી પહેરીને જબરદસ્ત રીતે રેમ્પ પર વૉક કર્યું હતું. જેની તસવીરો અહીં છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં જ્હાન્વી કપૂર સિલ્વર રંગના હેવી વર્ક ચણીયા ચોળીમાં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. જેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી સાથે મરૂન રંગના શ્રગ સાથે જોવા મળી હતી.
જ્હાન્વી કપૂરે ન્યૂડ મેકઅપ, હેર પૉનીટેલ અને ડાર્ક લિપસ્ટિક લગાવીને પોતાનો ગ્લેમ લૂક પૂર્ણ કર્યો છે. આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
પોતાના દેખાવને વધુ સુંદર બનાવવા માટે જ્હાન્વી કપૂરે ડ્રેસની સાથે ડાયમંડ નેકલેસ પણ પહેરેલો હતો. તેને આ લૂકમાં જોઈને ફેન્સ તેને અપ્સરા કહી રહ્યા છે.
જ્હાન્વી કપૂરે તેના લૂકની સાથે તેના રેમ્પ વૉકથી પણ લોકોના દિલ જીતી લીધા છે. ચાલતી વખતે તેના હાવભાવ પણ જોવા લાયક હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ 'બાબલ'માં જોવા મળી હતી. હવે તે બહુ જલ્દી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળવાની છે.