Festive Special Vande Bharat: દિવાળી, છઠ પહેલા મુસાફરોને રેલવેએ આપી ખાસ ભેટ! આ રૂટ પર દોડશે સ્પેશિયલ વંદે ભારત
દિવાળી અને છઠ પહેલા બિહાર જનારા મુસાફરોને ભેટ આપતા ઉત્તર રેલવેએ દિલ્હી અને પટના વચ્ચે વિશેષ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છઠ પહેલા વંદે ભારત ટ્રેન દિલ્હી અને પટના વચ્ચે કુલ ત્રણ ટ્રીપ પૂરી કરશે. વંદે ભારત 11 નવેમ્બર, 14 નવેમ્બર અને 16 નવેમ્બર વચ્ચે દિલ્હી અને પટના વચ્ચે દોડશે.
આ ટ્રેન પટના અને દિલ્હી વચ્ચે 12 નવેમ્બર, 15 નવેમ્બર અને 17 નવેમ્બર વચ્ચે દોડશે. ટ્રેન 994 કિલોમીટરની આ યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરશે.
રેલવેના જણાવ્યા અનુસાર, આ ટ્રેન દિલ્હીથી શરૂ થશે અને કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંક્શન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને અરાહ જંક્શન થઈને પટના જશે.
દિલ્હીથી પટના જતી વંદે ભારત ટ્રેનનો નંબર 02252 હશે. પટનાથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનનો નંબર 02251 છે. આ વિશેષ વંદે ભારત ટ્રેનનું બુકિંગ પણ 31 ઓક્ટોબર, 2023થી શરૂ થઈ ગયું છે.
વંદે ભારત ઉપરાંત, રેલવેએ દિવાળી છઠને ધ્યાનમાં રાખીને કુલ 283 વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. આ ટ્રેનો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે કુલ 4,480 ટ્રીપ કરશે.