આમિર ખાન-કિરણ રાવથી લઈને હૃતિક રોશન-સુઝાન સુધી, છૂટાછેડા પછી પણ આ કપલ આજે પણ છે સારા મિત્રો
બોલિવૂડમાં સંબંધો બાંધવા અને તૂટવા ખૂબ જ સામાન્ય બાબત છે. વર્તમાન યુગમાં એવા ઘણા કપલ છે જે છૂટાછેડા કે બ્રેકઅપ પછી પણ એકબીજા સાથે જોડાયેલા છે અને દરેક સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપતા ખચકાતા નથી. છૂટાછેડા અથવા બ્રેકઅપ પછી, સામાન્ય રીતે, જ્યાં યુગલો એકબીજાના ચહેરો જોવાનું પસંદ કરતા નથી, ત્યારે આ કપલ અલગ ઉદાહરણ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિર ખાન-રીના દત્તા-કિરણ રાવ: આમિરે તેની પ્રથમ પત્ની રીના અને બીજી પત્ની કિરણ રાવથી છૂટાછેડા લીધા છે, પરંતુ બંને સાથે આમિર હજુ પણ સારું બોન્ડિંગ ધરાવે છે. તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ સાથે, આમિર તેના બાળકોને ઉછેરી પણ કરી રહ્યો છે.
અરબાઝ ખાન-મલાઈકા અરોરાઃ મલાઈકા અને અરબાઝે 2017માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ, આ કપલ તેમના દિકરા માટે જોડાયેલું છે અને જ્યારે પણ પુત્રના ઉછેર માટે એકસાથે આવવું પડે છે, ત્યારે તેઓ ચોક્કસપણે સાથે હાજર હોય છે.
સૈફ અલી ખાન-અમૃતા સિંહઃ સૈફ અને અમૃતાએ 2003માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી, અમૃતાને બંને બાળકો (સારા અને ઇબ્રાહિમ) ની કસ્ટડી મળી હતી પરંતુ સૈફ પણ અમૃતા સાથે બંને બાળકોના ઉછેર માટે રહ્યો હતો. સારાનું કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન કરવાનું હતું ત્યારે પણ બંને સાથે પહોંચ્યા હતા.
ફરહાન અખ્તર-અધુના ભબાનીઃ છૂટાછેડા પછી ફરહાન અને અધુના પણ સારા મિત્રો છે. બંને પોતાની બે દીકરીઓને એક સાથે મોટી કરી રહ્યા છે. હાલમાં જ ફરહાને શિબાની દાંડેકર સાથે બીજા લગ્ન કર્યા છે.
સુઝેન ખાન-રિતિક રોશન: સુઝેન અને રિતિક 2014 માં પરસ્પર સંમતિથી અલગ થયા હતા. જો કે છૂટાછેડા થયા હોવા છતાં તેમની વચ્ચે સારી મિત્રતા છે. આ કપલ બાળકો સાથે ફેમિલી વેકેશન પર પણ જાય છે. આ સિવાય તે બંને પુત્રોને સાથે ઉછેરી રહ્યા છે.