Photos: રાહુલ ગાંધીએ દાહોદમાં ઉઠાવ્યું તીર કામઠું, જુઓ તસવીરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે દાહોદમાંથી રણશિંગૂ ફૂક્યું છે. જે અંતર્ગત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. દાહોદમા તેમનું જગદીશ ઠાકોરે સ્વાગત કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના કાર્યકર્તાઓનું અભિવાદન સ્વીકારતા રાહુલ ગાંધી.
રાહુલ ગાંધીએ સન્માન દરમિયાન આદિવાસીઓના પ્રતિક તીર કામઠાને ઉપાડ્યું હતું. રાહુલ ગાંધીએ 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કર્યો.
રાહુલ ગાંધીએ કહ્યું, આજે બે હિન્દુસ્તાન છે, એક અમિરોનું છે. અમીરોના હિન્દુસ્તાનમાં નક્કી કરેલા ઉદ્યોગપતિ અને બ્યુરોક્રેસ્ટ છે. બીજું હિન્દુસ્તાન ગરીબ અને સામાન્ય લોકોનું છે. કોંગ્રેસ પક્ષ બે હિન્દુસ્તાન નથી ઈચ્છતી.
હિન્દુસ્તાનમાં સૌનું સન્માન થવું જોઈએ, સૌને શિક્ષણ અને આરોગ્યની સેવા મળવી જોઈએ. 2014માં નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી બન્યા. પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, જે કામ તેમણે ગુજરાતમાં કર્યું તે હવે દેશમાં કરી રહ્યા છે તેમ પણ રાહુલ ગાંધીએ કહ્યું.
દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પરથી કોંગ્રેસ કાર્યકર્તાઓનું અભિવાદન કરતાં રાહુલ ગાંધી.
રાહુલ ગાંધીને સાંભળવા દાહોદમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ તસવીર સૌજન્યઃ @INCGujarat ટ્વિટર