Priyanka Chopra થી લઈને Deepika Padukone સુધી, આ લક્ઝરી કારની માલકિન છે બોલીવૂડ એક્ટ્રેસ, જુઓ તસવીરો
બોલીવૂડ અભિનેત્રીએ ફિલ્મોમાં તો લાર્જર દેન લાઈફ જીવે જ છે પરંતુ રીયલ લાઈફમાં પણ સ્ટાર્સ કોઈથી પાછળ નથી. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે બોલીવૂડ એક્ટ્રેસની સુપર લક્ઝરી કાર વિશે જેની કિંમત 5 કરોડ રુપિયા સુધી છે. આવો જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપરા- બોલીવુડ અને હોલીવુડમાં મોટું નામ પ્રિયંકા ચોપરાને લક્ઝરી કારનો શોખ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા પાસે રોલ્સ રૉયલ્સ ઘોસ્ટ કાર છે. આ કારની કિંમત 5.25 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
કૈટરીના કૈફ- એક્ટ્રેસ કૈટરીના કૈફની પસંદગીની કાર રેંજ રોવર વોગ છે. તમને જણાવી દઈએ કે કેટરીના સિવાય આ કાર આલિયા ભટ્ટ, કરીના કપૂર અને જેકલીન ફર્નાન્ડિસ પાસે પણ છે. આ કારની કિંમત 1.74 કરોડ રૂપિયાથી લઈને 2.27 કરોડ રૂપિયા વચ્ચે છે.
મલ્લિકા શેરાવત: એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પણ મોંઘી લક્ઝરી કારની શોખીન છે. રિપોર્ટ અનુસાર મલ્લિકા પાસે 5 કરોડની કિંમતની લૈમ્બોર્ગિની એવેંટાડોર છે.
સની લિયોની- એક્ટ્રેસ સની લિયોનીનું દિલ ઈટાલિન કાર પર છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ પાસે માસેરાતી ધિબલી નેરિસિમો (Maserati Ghibli Nerissimo) અને મસેરાટી ક્વાટ્રોપોર્ટ (Maserati Quattroporte) જેવી અલ્ટ્રા લક્ઝરીયસ કાર છે. આ કારની કિંમત 1.42 કરોડની નજીક જણાવવામાં આવી રહી છે.
દીપિકા પાદુકોણ- દીપિકા પાદુકોણની વાત કરવામાં આવે તો તેને મર્સિડીઝ મેબેક એસ 500 કાર પસંદ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો દીપિકાની આ લક્ઝરી કારની કિંમત 1.67 કરોડની આસપાસ છે.