Birthday Special: આજે મુંબઇમાં કરોડો રૂપિયાના બંગલાની માલિક છે વિદ્યા બાલન, ટીવીથી કરી હતી કરિયરની શરૂઆત
Vidya Balan Birthday: બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન 1લી જાન્યુઆરીએ તેનો 45મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેત્રીના લક્ઝરી બંગલાની હોમ ટૂર કરાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરનાર વિદ્યા બાલન આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. આ જ કારણ છે કે અભિનેત્રી પાસે આજે મુંબઈમાં આલીશાન બંગલો છે.
વિદ્યા બાલનનો આ લક્ઝરી બંગલો સી ફેસિંગ છે. જે મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલો છે.
વિદ્યાએ તેના ઘરના લિવિંગ એરિયામાં એક મોટું ટીવી લગાવ્યું છે. તેમજ ક્લાસી લુક માટે અહીં વુડન ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિદ્યાના ઘરની બાલ્કનીની વાત કરીએ તો અહીં તમને સુંદર ફૂલોવાળી વેલ જોવા મળશે. અહીંથી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે.
વિદ્યા બાલનના બેડરૂમની વાત કરીએ તો અભિનેત્રીએ તેને એકદમ સિમ્પલ રાખ્યો છે. અહીં તમને રેટ્રો વાઇબ પણ મળશે.
આજે વિદ્યા બાલન ભલે કરોડો રૂપિયાની માલિક હોય, પરંતુ તે પોતાનું જીવન ખૂબ જ સાદગીથી જીવે છે.