Sara અને Ananya સાથે કૉમ્પીટિશન પર Janhvi Kapoorએ શું કહ્યુ?
બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor ઈન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશનને લઈને ખૂબ જ કમ્ફર્ટેબલ છે. તાજેતરમાં તેણે અનન્યા અને સારા સાથેની તેની સ્પર્ધા અંગે વાતચીત કરી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન Janhvi Kapoor એ એમ પણ કહ્યું હતું કે અભિનેત્રીઓ ક્યારેય મિત્ર બની શકતી નથી, તે નકામી વાત છે અને વાસ્તવમાં એવું કંઈ નથી.
તેણે કહ્યું, “મારી સમકાલીન – અનન્યા પાંડે, સારા અલી ખાન, રાધિકા મદન), તારા સુતારિયા બધા આવા અદ્ભુત કલાકારો છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલી છોકરીઓ છે. મારા સહ કલાકારો જેમ કે રાજ કુમાર રાવ, પંકજ ત્રિપાઠી સર... જીવનમાં મારું લક્ષ્ય સતત શીખવાનું અને આશાપૂર્વક આગળ વધવાનું છે.
અલબત્ત, મનુષ્ય તરીકે આપણે બધામાં અસલામતીનું તત્વ હોય છે, પરંતુ મને લાગે છે કે આપણે બધા આપણા વ્યક્તિત્વ વિશે ખૂબ જ વિશ્વાસ ધરાવીએ છીએ
Janhviએ કહ્યું કે વાસ્તવમાં અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તે ખૂબ ફની છોકરીઓ છે તે જે કરી રહી છે તે ખૂબ આશ્વર્યજનક છે. કોઈ વિશેષાધિકારના સ્થળેથી આવે કે ન આવે, દરરોજ જાગવું અને લોકોનું મનોરંજન કરવું સહેલું નથી. મને લાગે છે કે તેઓ તે ખૂબ જ સરળતાથી કરે છે. તમે જે સ્થિતિમાં છો તે તમારા સમકાલીન લોકો કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકશે નહીં.
Janhvi Kapoor છેલ્લે ફિલ્મ 'ગુડ લક જેરી'માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ રાજકુમાર રાવની 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' છે.
Janhvi Kapoor