Janhvi Kapoor Photos: જિમમાંથી નિકળી ક્લિનિક પહોંચી જાહ્નવી કપૂર, કેમેરાથી બચતી જોવા મળી
જાહ્નવી કપૂર ફિટનેસ એડિક્ટ છે, આજ કારણે તે ઘણીવાર જિમમાં જોવા મળે છે. પરંતુ શુક્રવારે જાહ્નવી જિમની જગ્યાએ ક્લિનિકની બહાર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન જાહ્નવી માત્ર જિમ લુકમાં જોવા મળી હતી. કદાચ તે જીમ પછી સીધી ક્લિનિક પર ગઈ હતી. આ દરમિયાન તેની તસવીરો પાપારાઝીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
જાહ્નવી જિમ લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રી માત્ર શોર્ટ્સ અને જિમ વેરમાં જોવા મળી હતી. જોકે તે સંપૂર્ણપણે ફિટ દેખાતી હતી.
જાહ્નવી કપૂર ઈન્ડસ્ટ્રીમાં 3 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. જાહ્નવીએ 2018માં ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. અને આ ત્રણ વર્ષમાં જાહ્નવીમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.
જાહ્નવી હવે પહેલા કરતા વધુ કેમેરા ફ્રેન્ડલી, કોન્ફિડન્ટ અને બોલ્ડ બની ગઈ છે. જાહ્વનવી ઘણીવાર જાહેરમાં જોવા મળે છે જ્યાં તે ઘણીવાર મીડિયા માટે પોઝ આપતી જોવા મળે છે.
જોકે, શુક્રવારે ક્લિનિકની બહાર જોવા મળેલી જાહ્નવી મીડિયાના કેમેરાથી બચતી જોવા મળી હતી.