Health Tips: શિયાળામાં વેઇટ લોસ અને ઇમ્યુનિટી વધારવા માટે ટ્રાય કરો આ સુપર ડ્રિન્ક, જાણો તેના ફાયદા
શિયાળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કકડતી ઠંડીમાં સવારમાં વર્કઆઉટ કરવા જવાનું મન ન થાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં વજન વધી જવાની શક્યતા વધી જાય છે. કેટલાક સુપર ડ્રિન્ક એવા છે, જેનાથી વજન ઘટે છે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીટનું જ્યુસ શિયાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન છે.બીટને ડાયટમાં સામેલ કરવાથી આયરનની કમીને દૂર કરી શકાય છે. બીટના જ્યુસના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે.
ગાજર આપની સ્કિનને નેચરલી ગ્લોઇંગ બનાવે છે. વેઇટ પણ કન્ટ્રોલ કરે છે.જમ્યા બાદ પણ ગાજરનું જ્યુસ પી શકાય છે. ગાજર પોટેશિયમ, આયરનથી ભરપૂર છે.
એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પીવાથી ત્વચામાં નિખાર આવવાની સાથે તે વેઇટ લોસમાં પણ કારગર છે.
આમળાનું જ્યુસ વેઇટ લોસ માટે કારગર છે.તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.આંબળા વિટામિન ‘સી’થી ભરપૂર છે. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે.
નારિયેળ પાણી લો કેલેરી ડ્રિન્ક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ, એન્ઝાઇમ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, વિટામિન-સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તે વજનને નિયંત્રિત કરવાની સાથે શરીને હાઇડ્રેટ રાખી શકો છો.